દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વરસાદી માહોલમાં મધ્યરાત્રીએ ડ્રાઈવરને અંધારપણું જાેવાતાં એસ.ટી. બસ ડિવાઈડર પર ચઢી ગઈ : મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં : સદ્‌નસીબે કોઈ જાનહાની નહીં.

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.11

દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થતાં ભારે વરસાદના કારણે એસટી બસના ચાલકને અંધારપણું જોવાતા એસટી બસ રસ્તાની બાજુમાં આવેલ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા ડ્રાઈવર, ક્લિનર સહિત મુસાફરોને હાશકારો અનુભવ્યો હતો.

ગઈકાલે બપોર બાદ દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે ગતરોજ લગભગ રાત્રીના સાડા બાર વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર થી દાહોદ આવતી એસટી બસ દાહોદ જિલ્લાના લીમખેડા સ્થિત હડફ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી. રાત્રિના ૧૨ વાગ્યાના આસપાસ વરસાદ પણ પડતો હતો ત્યારે વરસાદના કારણે ડ્રાઈવરને અંધારપણો જોવાતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રસ્તાની બાજુમાં આવેલ ડિવાઇડર પર એસટી બસ ચઢી ગઈ હતી. એક ક્ષણે એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ ડ્રાઇવરની સમજ, સૂચકતાના કારણે મોટો માર્ગ અકસ્માત સર્જાતો બચ્યો હતો. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: