અત્યાર સુધી આ મામલે પાંચ લોકોની ધરપકડ કરાઇ : ટેરર ફંડિગ : ISIS મૉડ્યૂલ કેસ : NIA ના JKમાં ૧૦ સ્થળોએ દરોડા
(જી.એન.એસ.)શ્રીનગર,તા.૧૧
જમ્મુ કાશ્મીરના અનંતનાગ સહિત અનેક જગ્યાએ હાલ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રેડ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ દરોડા આતંકીને થતા ફંડિંગના મામલાને લઈને થઈ રહી છે. તપાસ એજન્સીએ તે વાતની ભાળ મેળવવામાં લાગી ગઈ છે કે ક્યાંક વેલીમાંથી આતંકીઓને આઇએસઆઇએસમાંથી ફંડિંગ તો નથી કરવામાં આવી રહ્યું ને.
મળતી માહિતી મુજબ અનંતનાગના ૪ અને શ્રીનગરમાં એક જગ્યાએ એનઆઇએની રેડ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ૩૬ વર્ષની મહિલા પણ સામેલ છે. એનઆઇએના દરોડામાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. આ દરોડમાં કેટલાંક લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
જાણકારી મુજબ એનઆઇએના અનંતનાગ ઉપરાંત બારામુલા અને શ્રીનગરમાં પણ અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ૩૬ વર્ષની જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી ચાઈનીઝ ગ્રેનેડ અને ૪૮ હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવયા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એનઆઇએએ રવિવારે સવાર દારુલ ઉલુમ, દલાલ મોહલ્લા, નવાબજારમાં પોલીસ, એસઓજી, એસડીપીઓના અનેક અધિકારીઓની સાથે રેડ મારી હતી. આ દરમિયાન કેટલાંક ઓફિસ રેકોર્ડ, એક લેપટોપ પણ જપ્ત કરાયા છે. સાથે જ અદનાન અહમદ નદવીની ધરપકડ કરાઈ છે જે હાકા બજારનો રહેવાસી છે.
આ પહેલાં જમ્મુ કાશ્મીર પ્રશાસને શનિવારે આતંકવાદી સંગઠનોની મદદ કરવાના આરોપમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનના બે દીકરા અને બે પોલીસ કર્મચારી સહિત ૧૧ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારી શિક્ષણ, પોલીસ, કૃષિ, કૌશલ વિકાસ, વીજળી, સ્વાસ્થ્ય વિભાગ તથા સ્કિમ્સ (શેર-એ-કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં કાર્યરત હતા.
હિઝબુલના આતંકીના પુત્ર સૈયદ અહમદ શકીલ અને શાહિદ યુસુફને પણ ટેરર ફંડિંગમાં કથિત રીતે સામેલ હોવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનઆઇએ મુજબ બંને ભાઈઓ સિક્યોરિટી ફોર્સની અવરજવરને લઈને આતંકી જૂથો માહિતી આપતા હતા અને આતંકીઓને ગુપ્ત રીતે પ્રવૃતિઓમાં મદદ કરતા હતા.
અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ શનિવારે એન્કાઉન્ટમાં ત્રણ આતંકીને ઠાર માર્યા
બીજી તરફ શનિવારે જ અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યુ કે સુરક્ષાદળોએ રાનીપોરા વિસ્તારમાં ક્કારીગામમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યુ હતું. જ્યારે સુરક્ષાદળ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા તો આતંકવાદીઓએ તેમની પર ગોળી વરસાવી હતી.