વડાપ્રધાન મોદીએ પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી : હિલ સ્ટેશનો પર વધતી લોકોની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ
ત્રીજી લહેરને અટકાવવા માટે એન્જાેયમેન્ટ પણ રોકવું પડશે, હું ખૂબ ભારપૂર્વક કહેવા માંગું છું કે હિલ સ્ટેશનોમાં, માર્કેટોમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ઉમટી પડે છે તે યોગ્ય નથી, પીડિયાટ્રિક કેર સાથે જાેડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપથી કામ કરવુ પડશે
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગલેન્ડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. મોદીએ તેમને કહ્યું હતું કે હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક પહેર્યા વગર અને પ્રોટોકોલ વગર ભારે ભીડ એકત્રિત થાય એ યોગ્ય નથી. આ બાબત આપણા માટે ચિંતાનો વિષય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો જાહેરમાં કહે છે કે ત્રીજી લહેર આવતાં પહેલાં એન્જાેય કરવા માગે છે. લોકોએ સમજવું પડશે કે ત્રીજી લહેર એની જાતે નહિ આવે. સવાલ થવો જાેઈએ કે એને કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનું છે? કોરોના એની જાતે આવતો નથી, કોઈ જઈને લઈ આવે તો જ આવે છે. આપણે સાવધાની રાખીશું તો જ એને રોકી શકીશું.
આપણે વાયરસના વેરિયન્ટ પર નજર રાખવી પડશે. સંક્રમણ રોકવા માટે આપણે માઈક્રો લેવલ પર વધુ સખત પગલાં ભરવાં પડશે. આ બહુરૂપી છે. વારંવાર એનાં રંગ-રૂપ બદલે છે. મ્યૂટેશન પછી એ કેટલો ખતરનાક હશે એ અંગે એક્સપર્ટ અભ્યાસ કરી રહ્યા છે. પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. આ બાબતે આપણે સંપૂર્ણ ફોકસ રાખવાનો છે. વાયરસનો પ્રકોપ બે ગજનું અંતર, માસ્ક અને વેક્સિનેશનથી ફિક્કો થશે.
હેમંત બિસ્વ શર્મા જણાવી રહ્યા હતા કે તેમણે ૬ હજારથી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવ્યા. એનાથી જવાબદારી નક્કી થાય છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર જેટલો ભાર આપીશું એટલા ઝડપથી આપણે આ સ્થિતિમાંથી બહાર આવીશું. છેલ્લાં દોઢ-બે વર્ષમાં જે અનુભવ મળ્યો છે એનો ઉપયોગ કરવો પડશે. રાજ્યો અને જિલ્લાઓમાં ઘણાં ઈનોવેશન કરવામાં આવ્યાં છે, એને ચાલુ રાખવાં પડશે.
એક્સપર્ટ વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે અસાવધાની, બેદરકારી અને ભીડભાડથી કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવી શકે છે. દરેક સ્તરે ગંભીરતાથી પગલાં લેવામાં આવે. વધુ ભીડવાળા કાર્યક્રમને રોકી શકાય છે, એને રોકવા જાેઈએ. કેન્દ્ર બધાને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવી રહી છે. ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનને ઝડપી કરવું પડશે. સેલિબ્રેટી, ધર્મ, શિક્ષા અને દરેક ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકો વેક્સિનેશન માટે લોકોને જાગ્રત કરે.
આપણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરીને આગળ વધવાનું છે. કેબિનેટે ૨૩ હજાર કરોડ રૂપિયાનું નવું પેકેજ આપ્યું છે. નોર્થ-ઈસ્ટના દરેક રાજ્યને આ પેકેજથી પોતાના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવામાં મદદ મળશે. જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં ૈંઝ્રેં બેડ વધારવામાં મદદ મળશે. ઓક્સિજન પર કામ કરવું પડશે.
સમગ્ર દેશમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. નોર્થ-ઈસ્ટ માટે ૧૫૦ પ્લાન્ટ મંજૂર થયા છે. એ ઝડપથી પૂર્ણ થાય અને અડચણ ન આવે. સ્કિલ્ડ મેનપાવરને પણ તૈયાર કરી લો. ભૌગોલિક સ્થિતિને જાેતાં અસ્થાયી હોસ્પિટલ બનાવવી ખૂબ જરૂરી છે.
ટ્રેન્ડ મેનપાવરની જરૂરિયાત છે. ૈંઝ્રેં બેડ, ઓક્સિજન બેડ, નવી હોસ્પિટલો માટે નવા ટ્રેન્ડ મેનપાવરની જરૂર છે. એની સાથે સંકળાયેલી તમામ મદદ કેન્દ્ર સરકાર કરશે. સમગ્ર દેશ ૨૦ લાખથી વધુ ટેસ્ટ રોજ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. નોર્થ-ઈસ્ટના દરેક જિલ્લામાં ટેસ્ટિંગની ક્ષમતા વધારવી પડશે. રેન્ડમ ટેસ્ટિંગને એગ્રેસિવ કરવું પડશે.