ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બળજબરીપુર્વક ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન કઢાવી લેવાના ગુન્હામાં ઈ – ગુજકોપ પોકેટ કોપ મોબાઈલ તથા સીસીટીવી ફુટેજના આધારે ગુન્હામાં વપરાયેલ ઈકો ગાડી સાથે મોડાસાની સલાટ ટોળકીને ઝડપી પાડી કુલ રૂા.૪.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરતી લીમડી પોલીસ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ નાનકડુ ગામ એવા લીમડી નગરમાં થોડા દિવસ અગાઉ લુંટની ઘટના બની હતી જેમાં અજાણ્યા ચોર ઈસમોએ એક વ્યક્તિ પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન વિગેરે લુંટી લઈ નાસી ગયાની ઘટના બની હતી જેમાં લીમડી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ આરંભ કરી સીસીટીવી ફુટેજાે સહિતની ચકાસણી કરતાં આરોપીઓ મોડાસા ગયાં હોવાનું માલુમ પડતાં પોલીસ કાફલો મોડાસા રવાના થયો હતો અને લુંટમાં જે ફોર વ્હીલર વાહનનો ઉપયોગ કર્યાે હતો તેને ઈ – ગુજકોપ પોકેટ કોપ મોબાઈલ તથા સીસીટીવીના આધારે મોડાસાની સલાટ ટોળકીને મોડાસાથી ઝડપી પાડી બે જણાને જેલ ભેગા કર્યાંનું જાણવા મળે છે જ્યારે અન્ય આરોપીઓની પણ પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.
લીમડી નગરમાં લુંટ થઈ તે સ્થળે સુભાષ સર્કલ તથા ચાકલીયા સર્કલના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યાં હતાં. આ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ ઈસમો તથા ગુન્હામાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર ગાડી જણાતાં પોલીસે આ દિશામાં તપાસનો આરંભ કર્યાે હતો. પોલીસે ગુજરાત પોલીસના ઈ – ગુજકોપ પ્રોજેક્ટના ફાળવેલ મોબાઈળ પોકેટ કોપમાં સર્ચ કરતાં ઈકો ફોર વ્હીલર વાહન મોડાસાનું હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું. લીમડી પોલીસે વિલંબ કર્યાં વગર મોડાસા પોલીસની ટીમ રવાના થઈ હતી. ટેકનીકલ માધ્યમોના આધારે પોલીસે લુંટમાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં અને તેઓની પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન કિંમત રૂા.૪૫,૦૦૦ તથા ગુન્હામાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર ગાડી કિંમત રૂા.૪ લાખ મળી કુલ રૂા.૪,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી બંન્ને લુંટારૂઓને લીમડી પોલીસ મથકે લઈ આવી હતી અને અન્ય આરોપીઓના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ઝડપાયેલ આરોપીઓ રસ્તો બતાવવાના બહાને ભોગ બનનારને પોતાના વાહનમાં બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ જઈ ધાકધમકી આપી બળજબરીપુર્વક કિંમતી ચીજ વસ્તુઓ કઢાવી લઈ ભોગ બનનારને વાહનમાંથી ઉતારી ભાગી જતાં રહેવાની આદત ધરાવે છે.