દાહોદ ખાતે સંત નિરંકારી મહિલા સમાગમ યોજાયુ

*ઝોન વડોદરા,બ્રાન્ચ દાહોદ નો નિરંકારી મહિલા સમાગમ સંપન્ન*
આજરોજ તા: 28 એપ્રિલ 2019,રવિવાર ના રોજ ઝોન વડોદરા,બ્રાન્ચ દાહોદ નો મહિલા નિરંકારી સમાગમ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમન્ચ ખાતે સંપન્ન થયો.
ઉપરોક્ત સમાગમ માં જામનગર થી પધારેલ આરતી બહેન જી એ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ જી ના સત્ય ના સંદેશ ને જનજન સુધી પહોંચાડવાનો આહવાન કરતા સમજાવ્યું કે સદગુરુ માતાજી મર્યાદા પર ખૂબ જોર આપી રહ્યા છે.ઘર માં સૌને માન આપવાની મર્યાદા,કોઈ કશું કટુવચન કહે તો તેને સહન કરવાની મર્યાદા જેવા વિષયો પર પ્રકાશ પાડી બિરાજમાન બહેને જીવન ને સુખી કરવા એક નારીએ મર્યાદિત હોવું જરૂરી છે તે સમજાવ્યુ.કેમકે જો નારી હોય મર્યાદિત તો આખું ઘર સન્સકારી બની જાય છે.

આ સમાગમ માં સમગ્ર વડોદરા ઝોન ની ગોધરા,દાહોદ,પટિયા,ઝાલોદ,ધામરડા,અભલોડ જેવી 23 બ્રાન્ચ ના આશરે 1500 જેટલી મહિલા સંતો અને કુલ મળી આશરે 2000 જેટલા સંત મહાત્મા દૂર દૂર થી પધારેલ.વડોદરા ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ બહેન બલજીત કૌર જી અને દાહોદ મહિલા સત્સંગ ના ઈન્ચાર્જ જ્યોતિ બહેનજી એ પધારેલ જામનગર ના બહેન આરતી બહેન નું સમગ્ર ઝોન તરફ થી સ્વાગત કરાયુ હતુ
સત્સંગ પછી સૌ સંત મહાત્માઓ માટે લંગર પ્રસાદી ની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: