દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની સાદગીપુર્વક ઉજવણી કરી : કોરોના વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિઓની ઉપસ્થિતીમાં મસ્જીદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.21
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. દાહોદની મસ્જિદ ખાતે કોરોના ગાઇડલાઇન પ્રમાણે નમાજ અદા કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કોરોના કાળમાં અનેક નાના – મોટા તહેવારોની દાહોદ શહેર સહિત જિલ્લા વાસીઓ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી સાદગીપૂર્વક તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ ખાતેની મસ્જિદમાં 50 લોકોની ઉપસ્થિતિમાં ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. covid 19ની ગાઈડલાઈન મુજબ જે વ્યક્તિઓએ લીધી હતી તેવા 50 વ્યક્તિઓને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ 50 લોકોની ઉપસ્થિતિમાંજ ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. આ ઇદની નમાજમાં કોરોના સામે રક્ષણ મળે તે માટે નમાજમાં દુઆ કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના ઘરમાં રહી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં મસ્જિદની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.