એટીએમ જેવું બની ગયું છે પુરવઠા વિભાગનું રાશન કાર્ડ : ગુજરાતમાં પ્રતિ માસ ૩૫ હજારથી વધુ પરિવારો બીજા જિલ્લામાંથી મેળવે છે રાશન : વન નેશન – વન રાશન કાર્ડથી દાહોદ સહિતના આદિવાસી બાહુલ જિલ્લાના પ્રવાસી શ્રમિકોને વિશેષ ફાયદો : ગુજરાતમાં બીજા રાજ્યના બે હજાર કરતા વધુ પરિવારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન


દાહોદ તા.21

હવે તો રાશન કાર્ડ પણ એટીએમ જેવું બની ગયું છે. વન નેશન-વન રાશન કાર્ડની યોજનાના અમલ બાદ એટીએમ જેવું કામ કરવા લાગેલા રાશન કાર્ડને પરિણામે કાર્ડધારકને તેમની નજીકની કોઇ પણ સસ્તા અનાજની દૂકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન મળવા લાગતા વિશેષ સહુલિયત ઉભી થઇ છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત પ્રતિ માસ ૩૫ હજાર કરતા વધારે પરિવારોને તેમના જિલ્લા સિવાયના બીજા જિલ્લાઓમાંથી રાશન મળી રહ્યું છે. ખાસ કરીને દાહોદ સહિતના આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને આ યોજનાથી ફાયદો થયો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના વન નેશન-વન રાશન કાર્ડ અંતર્ગત પોર્ટેબલિટી સુવિધા ગુજરાતમાં ચાલું થઇ છે. મતબલ કે જો તમારૂ રાશન કાર્ડ કોઇ એક જિલ્લામાં હોય તો તમે બીજા જિલ્લામાંથી પણ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન કાર્ડ મેળવી શકો છે. એટલું જ નહી, જિલ્લાની અંદર પણ એક તાલુકાના કાર્ડ બીજા તાલુકામાં ચાલે છે.
વન નેશન – વન રાશન યોજના અમલી બનાવનારા રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, બિહાર, દિવ-દમણ અને દાદરાનગર હવેલી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, જમ્મુકાશ્મીર, મણીપુર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સહિતના મળી કૂલ ૨૨ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગત્ત ઓગસ્ટ સુધીમાં આ યોજના લાગુ કરી દેવામાં આવી હોવાથી ગુજરાતના કોઇ પણ લોકો ત્યાંથી આ બધા રાજ્યોના નાગરિકો ગુજરાતમાંથી રાશન મેળવી શકે છે. ગુજરાતમાં પ્રતિ માસ અઢી હજારથી વધુ પરપ્રાંતીય પરિવારો રાશન મેળવી રહ્યા છે.
વન નેશન – વન રાશન કાર્ડ યોજના પરિણામે આદિવાસી વિસ્તારોને વિશેષ ફાયદો થયો છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહિસાગર, ડાંગ, તાપી જેવા ભૌગોલિક પ્રતિકૂળતા ધરાવતા વિસ્તારોમાંથી મોટા પ્રવાસીઓ રાજ્યના મોટા શહેરોમાં અર્થોપાર્જન માટે અસ્થાયી સ્થળાંતર કરી જાય છે. આ પ્રવાસી શ્રમિકો પોતાનું અનાજ સાથે લઇ જતા હતા. પણ હવે મોટા શહેરોની કોઇ પણ એફપીએસ પરથી રાશન મેળવી શકે છે.
આંતર જિલ્લા રાશન મેળવનારા પરિવારોની પુરવઠા તંત્ર પાસેથી મળેલી સંખ્યા જોઇએ તો મોટા શહેરોમાં વધુ છે. ગત્ત જુન માસમાં અમદાવાદ શહેરમાં ૩૮૯૪, સુરતમાં ૪૨૫૬, રાજકોટમાં ૨૧૩૧, મહેસાણામાં ૨૨૪૭, વડોદરામાં ૧૯૨૯, કચ્છમાં ૧૧૮૧ પરિવારોએ રાશન મેળવ્યું હતું. ગત્ત જૂન મહિનામાં કૂલ ૩૫૨૪૭ પરિવારોએ આંતર જિલ્લા રાશનનો લાભ લીધો હતો. એનો મતલબ સ્પષ્ટ છે કે પ્રવાસી શ્રમિકો આ શહેરોમાં જઇને સરળતાથી રાશન મેળવી રહ્યા છે.
બીજી રસપ્રદ વાત એ પણ છે કે, બીજા રાજ્યના સૌથી વધુ ૯૩૭ પરિવારોએ જૂનમાં સુરતમાંથી રાશન મેળવ્યું હતું. એ બાદ અમદાવાદમાં ૨૩૭ પરપ્રાંતીય પરિવારોએ આનો લાભ લીધો હતો. રાજ્યમાં પ્રતિ માસ બે હજાર કરતા વધુ પરિવારો આંતરરાજ્ય રાશનનો લાભ લઇ રહ્યા છે. ગુજરાતમાં જિલ્લા અંદર આંતર તાલુકામાં રાશન પોર્ટેબલિટી થઇ રહી છે. ગત્ત માસમાં ૧૨૪૩૫ પરિવારોએ તેનો લાભ લીધો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની ગુજરાત સરકારે બીજા રાજ્યના લોકો માટે પણ સરખી અને પ્રક્રીયા રાખી છે. એટલે રાશનકાર્ડ ધારક સસ્તા અનાજની દૂકાને જઇ માત્રપોતાની ઠમ્બ ઇમ્પ્રેશન આપી નિયત અનાજ મેળવી શકે છે. એનએફએસ કાર્ડ ધરાવતા પરિવારોને વિનામૂલ્યે રાશન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!