રાજ કુન્દ્રાની ધરપકડ પર કંગના રનૌતે કહ્યું, હું બોલીવૂડને ખુલ્લુ પાડીશ !


(જી.એન.એસ)મુંબઈ,તા.૨૧
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી સંબંધિત મામલે ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે બપોરે તેને એસ્પેલેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રાજ કુન્દ્રાની ધરપકડના એક સમાચારનો રિપોર્ટ શેર કરતા કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કટાક્ષ કર્યો અને લખ્યું કે, આ જ કારણ છે કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું કારણ કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું. હું ‘ટીકૂ વેડ્‌સ શેરૂ’ નામના મારા આગામી પ્રોડક્શન દ્વારા બોલીવૂડને ખુલ્લુ પાડવા જઈ રહી છું.
કંગના રનૌતે કહ્યું કે, આપણને રચનાત્મક ઈન્ડસ્ટ્રીમાં મજબૂત મૂલ્ય પ્રણાલી વિવેકની નિશ્ચિતરૂપે જરૂર છે. આ દરમિયાન રાજુ કુન્દ્રા સહિત રાયન થાર્પને ૨૩મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. રાયન થાર્પની પણ આ જ મામલે મંગળવારે સવારે ધરપકડ કરવામાં આવી છે.
સોમવારે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ ગયા ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહી હતી. તપાસમાં રાજ કુન્દ્રાનું નામ ત્યારે સામે આવ્યું કે જ્યારે યૂકેની કેનરીરના નામની પ્રોડક્શન કંપનીમાં સંડોવણી મામલે તેના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરવામાં આવી. તે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી અને ગહના વશિષ્ઠ દ્વારા શૂટ કરવામાં આવેલાં આઠ જેટલા અશ્લીલ વીડિયોને સોશિયલ મીડિયા એપ પર અપલોડ કરવામાં કરવાનો આરોપ છે.
સોમવારે રાજ કુન્દ્રાની ધરપકડ પહેલાં મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ પુષ્ટિ કરી હતી કે ગયા ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં પોર્નોગ્રાફીક ફિલ્મ્સના નિર્માણ અને તેને કેટલીક એપ દ્વારા અપલોડ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ રાજ કુન્દ્રાની આ મામલે ધરપકડ કરવામાં આવી. રાજ કુન્દ્રા આ મામલે મુખ્ય ષડયંત્રકારી છે.રાજ કુન્દ્રાની ધરપકડ પર કંગના રનૌતે કહ્યું, ‘હું બોલીવૂડને ખુલ્લુ પાડીશ!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!