હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચતા પીપલોદના વેપારીને રૂ. ૨૫ હજારનો દંડ, ઉત્પાદકને રૂ. ૨.૫૦ લાખનો દંડ
દાહોદ, તા. ૨૨
દેવગઢ બારીયાના પીપલોદના મેઇન બજાર ખાતે આવેલી મહાદેવ ડેરીના વેપારીને નીચી ગુણવત્તાનું ઘી વેચવા બદલ રૂ. ૨૫ હજાર અને ઉત્પાદકને રૂ. ૨.૫૦ લાખનો દંડ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોરે ફટકાર્યો છે.
દાહોદનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફીસર શ્રી પી.એચ. સોલંકીએ પીપલોદની મહાદેવ ડેરીમાંથી શ્રીકાંન્ત પ્રિમિયમ ગાયનું ઘી (પેક) નો નમુનો લઇને ફૂડ એનાલીસ્ટ, વડોદરાને મોકલવામાં આવ્યો હતો. જે નમૂનો નીચી ગુણવત્તાનો – અખાદ્ય જણાયો હતો. જેનો કેસ એજયુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. એડજયુડીકેટીગ ઓફિસરશ્રીએ અખાદ્ય પદાર્થના વેચાણ અને સંગ્રહ બદલ મહાદેવ ડેરીના રમેશગીરી ગોસ્વામીને રૂ. ૨૫ હજાર અને શ્રી સરલ ફૂડ પ્રોડક્ટ, રાજકોટના માલિક પીયુશ હરસોડાને રૂ. ૨.૫૦ લાખનો દંડ ફટકાર્યો છે.