પેગાસસ સ્પાયવેરની યાદીમાં નવો ખુલાસો : અનિલ અંબાણી અને પૂર્વ સીબીઆઇ પ્રમુખ આલોક વર્માના પણ નામ


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
ઇઝરાયલી કંપની એનએસઓના જાસૂસી સોફ્ટવેર પેગાસસની યાદીમાં બે મોટા નામનો ખુલાસો થયો છે. એક સમાચાર અનુસાર જાસૂસી યાદીમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને સીબીઆઇના પૂર્વ પ્રમુખ આલોક વર્માનું પણ નામ સામેલ કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ અનુસાર, આલોક વર્માને કેન્દ્ર સરકારે ૨૦૧૮માં સીબીઆઇના પ્રમુખના પદેથી હટાવ્યા હતા. તેના તુરંત બાદ વર્માનું નામ પેગાસસની યાદીમાં સામેલ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ અનિલ અંબાણી અને અનિલ ધીરૂભાઇ અંબાણી સમૂહના કોર્પોરેટ કોમ્યૂનિકેશન અધિકારી ટોની જેસુદાસન સાથે તેમની પત્નીનું નામ પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યુ હતું. જાેકે, રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ કે તેની પૃષ્ટી નથી કરી શકાતી કે અનિલ અંબાણી વર્તમાનમાં તે ફોન નંબરનો ઉપયોગ કરે છે કે નથી કરતા. એડીએ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
રિપોર્ટ અનુસાર, ભારતમાં દસૉ એવિએશન (રાફેલ બનાવનારી કંપની)ના પ્રતિનિધિ વેંકટ રાવ પોસિના, સાબ ઇન્ડિયાના પ્રમુખ ઇન્દ્રજીત સિયાલ અને બોઇંગ ઇન્ડિયાના પ્રમુખ પ્રત્યૂષ કુમારના નંબર પણ ૨૦૧૮ અને ૨૦૧૯માં વિવિધ સમયમાં લીક આંકડામાં સામેલ છે. આ સાથે જ ફ્રાંસની કંપની એનર્જી ઇડીએફના પ્રમુખ હરમનજીત નેગીનો ફોન પણ લીક આંકડામાં સામેલ છે. મહત્વપૂર્ણ છે કે ફ્રાંસથી રાફેલ ડીલને લઇને વિપક્ષના નેતા કેન્દ્ર સરકાર પર અનિલ અંબાણીને ફાયદો પહોચાડવાનો આરોપ લગાવતા રહ્યા છે.
પેગાસસ પ્રોજેક્ટ વિશ્વભરના ૧૭ મીડિયા સંસ્થાનોના જર્નાલિસ્ટનું એક ગ્રુપ છે, જે એનએસઓ ગ્રુપ અને તેના સરકારી ગ્રાહકોની તપાસ કરી રહ્યુ છે. ઇઝરાયલની કંપની એનએસઓ સરકારોને સર્વિલાન્સ ટેકનોલોજી વેચે છે. જેની મુખ્ય પ્રોડક્ટ છે- પેગાસસ, જે એક જાસૂસી સોફ્ટવેર અથવા સ્પાયવેર છે.
પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસને ટાર્ગેટ કરે છે. પેગાસસ ઇંસ્ટોલ થવા પર તેના ઓપરેટર ફોનથી ચેટ, ફોટો, ઇમેલ અને લોકેશન ડેટા લઇ શકે છે. યૂઝરને ખબર પણ નથી પડતી અને પેગાસસ ફોનનો માઇક્રોફોન અને કેમેરા એક્ટિવ કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: