છેલ્લા છ માસથી કોઠંબા પોલીસ સ્ટેશનના પ્રોહી ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લીમડી પોલીસ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
છેલ્લા છ માસથી કોઠંબા પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસે તેના રહેણાંક વિસ્તાર ઝાલોદ તાલુકાના મારગાળા ગામેથી મળેલ બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં હાલ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી હસમુખભાઈ ઉર્ફે લાલો મંગુભાઈ ગરાસીયા (રહે.લીમડી, ટાંડી રોડ, તા.ઝાલોદ, મુળ રહે.મારગાળા, માળી ફળિયું,તા. ઝાલોદ) ને તેના મુળ નિવાસ્થાન મારગાળા ગામેથી લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.