અમેરિકામાં કોરોના બોમ્બ ફૂટ્યો : ડેલ્ટા વેરિયન્ટને કારણે ૨૪ કલાકમાં ૬૧ હજારથી વધુ કેસ નોંધાયા


(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૮
અમેરિકામાં એક જ દિવસમાં કોરોના કેસોના ૬૧ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે.
દુનિયામાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે ૫ લાખ ૭૭ હજાર ૩૪૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ દરમિયાન ૪ લાખ ૪૬ હજાર ૫૦૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. ૯૪૬૦ દર્દીનાં કોરોનાને કારણે મોત થયાં છે.
અમેરિકામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને હાઇ રિસ્કના વિસ્તારોમાં વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. ડેલ્ટા વેરિયન્ટના લીધે આ ર્નિણય લેવામાં આવ્યો છે.
સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોશેલ વેલેંસ્કીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને માસ્ક પર લીધેલા ર્નિણય વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન અસરકારક છે, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના ખતરાને જાેતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.
આ પહેલાં સીડીસીએ મે મહિનામાં વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે માસ્ક ન પહેરવાની છૂટ આપી હતી. જાેકે સીડીસીએ અપીલ કરી હતી કે જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે અને હોસ્પિટલમાં માસ્કનો ઉપયોગ કરવો. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૫૮૧ કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: