દાહોદ ટાઉન પોલીસ મથકના પીઆઇને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આવતીકાલે ઈ – કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૦

દાહોદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ઈ-કોપ એવોર્ડથી આવતીકાલે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સન્માનિત કરવામા આવનાર છે.
વધુ મળતી માહિતી અનુસાર, ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જુન -૨૧ માસના ઈ - કોપ એવોર્ડ માટે સન્માનિત કરવાનું કમીટી દ્વારા નક્કી કરેલ છે જેમાં દાહોદ કામ પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવચતાં વસંત પટેલને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા , ગાંધીનગરનાઓની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાનાર સ્ટેટ એમ્પાવર્ડ કમિટીની મીટીંગમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા, ગાંધીનગર દ્વારા ઈ - કોપ એવોર્ડથી સન્માનિત કરી પીઆઈ વસંત પટેલને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવશે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: