બુટલેગર નૈતિક કાલાલ સાત જેટલાં ગુન્હામા સંડોવાયેલ હતો : ફતેપુરા પોલીસે બુટલેગર નૈતિક કાલાલની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ હવાલે કરતા બુટલેગરોમા ફફડાટ ફેલાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.31
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા સાહેબ નોઓ તરફ થી ગેરકાયદેસર દારૂ ની હેરાફેરી મા સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસા તડીપાર ની દરખાસ્ત કરવા આપેલ આદેશ મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જયોસર સાહેબ ના ઓ એ ગેરકાયદેસર પ્રોહીબિશન ના કેસ મા સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ તડીપાર પાસા ની દરખાસ્ત તૈયાર કરાવા સૂચના આપેલ હોય જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી. વી. જાદવ સાહેબ તથા સી.પી.આઈ શ્રી બી.આર.સંગાડા સાહેબ ના ઓ ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન ની પ્રવૃત્તિ મા સંડોવાયેલ ઈસમો ની યાદી બનાવી તેઓ વિરુદ્ધ પાસા તડીપાર દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા સૂચના ઓ અને માર્ગદર્શન કરેલ હતી જે આધારે ફતેપુરા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ સી. બી. બરંડા સાહેબ ના ઓ એ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેરકાયદેસર રીતે પ્રોહીબિશન ના કુલ સાત કેસો મા સંડોવાયેલ નૈતિક પ્રવીણ કાલાલ ફતેપુરા ના વિરુદ્ધ ઉપરી અધિકારી ના માર્ગદર્શન હેઠળ દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારી મારફતે મે. જિલ્લા કલેક્ટર સાહેબ ના ઓ એ પાસા એક્ટ સને 1985 ની કલમ 32(2) મુજબ પાસા મંજુર કરેલ હોય અને પાસા ના કામે આરોપી ની અટકાયત કરી તેના પરિવાર ને જાણ કરી અટક કાર્ય ની નોટિસ ની બજવણી કરી આરોપી ને જિલ્લા જેલ જામનગર ખાતે મુકવા જવા નો હુકમ કરેલ હોય જે હુકમ ના આધારે ફતેપુરા પોલીસ સ્ટેશન ના વિસ્તાર મા રહેતા નૈતિક પ્રવીણ કલાલ ફતેપુરા ના ઓ ને પાસા ના કામે ફતેપુરા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ સી. બી. બરંડા ના ઓ તથા તાબા ના માણસો એ આરોપી ને તેના ઘરે થી પાસા ના કામે અટકાયત કરી અને અટકાયત કાર્ય ની જાણ આરોપી ના પિતા પ્રવીણ ગેબીલાલ કલાલ ના ને કરી આરોપી ને પાસા ના કામે અટકાયત કરી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપવા મા આવ્યો હતો.