દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ પ્રાથમીક શાળામાં અકસ્માતે આગ : ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો : સદ્નસીબે કોઈ જાનહાની નહીં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા ગામની પ્રાથમીક શાળામાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી જતાં ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબેન આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં કેટલા રૂપીયાનું નુકસાન થયું છે તે હાલ ચોક્કસ જાણી શકાયું નથી.
લુખડીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ગતરોજ મોડી રાત્રી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રીની બનેલ આ આગની ઘટનાને લઈ શાળા સંકુલના કર્મચારીઓ સહિત આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તાત્કાલિક આ અંગેની જાણ દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમને કરાતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ ઉપર પાણીનો ભારે મારો ચલાવતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મોડી રાત્રીની બનેલ આ આગને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં નુકસાન થયું હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.