A1 ગ્રેડમાં ૬૯૧ વિદ્યાર્થીઓને, A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ : ઇતિહાસમાં પહેલીવાર ૧૨ કોમર્સનું ૧૦૦% પરિણામ જાહેર : વિદ્યાર્થીઓમાં ઉત્સાહ


તમામ ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થીઓ પાસ થતા ૧૦૦% પરિણામ, ૯,૪૫૫ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૩૧
ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. સવારથી જ સ્કૂલમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. ૬૯૧ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૯૪૯૫ વિદ્યાર્થીએ છ૨ ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને ઝ્ર૧ ગ્રેડ મળ્યો છે. ઝ્ર૧ ગ્રેડ મેળવનારા એક લાખ ૨૯ હજાર ૭૮૧ વિદ્યાર્થી છે, જ્યારે ઝ્ર૨ ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર ૨૯૯ વિદ્યાર્થી છે.
ધોરણ ૧૦ની પરીક્ષામાં પણ રાજકોટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. તેવી જ રીતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ રાજકોટના રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફરીવાર છ૧ ગ્રેડ મેળવવામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજકોટમાં ૨૪ હજાર ૩૩૯ રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી ૨૩૧ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. ધોરણ ૧૨માં છ૧ ગ્રેડ મેળવવામાં સુરતનો બીજાે નંબર છે. સુરતમાં ૪૪ હજાર ૮૬૬ રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી ૧૮૭ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે અમદાવાદમાં ૨૮ હજાર ૯૩૨ વિદ્યાર્થીઓમાંથી ૩૮ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ લાખ ૧૦ હજાર ૩૭૫ વિદ્યાર્થી અને ૧ લાખ ૮૯ હજાર ૭૫૨ વિદ્યાર્થિની નોંધાયાં છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ ૪ લાખ ૧૨૭ રેગ્યુલર વિદ્યાર્થીનાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. પરિણામ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા છે,વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી પરિણામ સાથે લિવિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: