જમ્મુ – કાશ્મીરના બડગામમાં શંકાસ્પદ ટિફિન મળી આવતાં દોડધામ


(જી.એન.એસ.)શ્રીનગર, તા.૨
જમ્મૂ-કશ્મીરના બડગામં જિલ્લામાં આવેલ માગમ વિસ્તારમાંથી આજે શંકાસ્પદ ટીફીન મળી આવ્યું જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ. ટીફીન મામલે જાણ થતાજ પોલીસે બોમ્બ સ્કોવડને જાણ હતી. અગાઉ પણ જમ્મૂ- રાજાૈરી-પુંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેથી પોલીસે અને સેના હવે એલર્ટ મોડમાં આવી ગયા છે.
થોડાક દિવસો પહેલા સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી હતી કે કાશ્મીરમાં ૫ ઓગસ્ટ અથવા તો ૧૫ ઓગસ્ટના રોજ મંદિરમાં હુમલો થવાની શક્યતા છે. જેના કારણે કાશ્મીર હાલમાં હાઈ એલર્ટ પર છે.
ગતરોજ રાતે પણ એક ડ્રોન આર્મી કેમ્પની પાસે દેખવા મળ્યું હતું. પોલીસે તે ડ્રોન જાેયું હતું પરંતુ તેના પર ગોળી ન ચલાવી. કારણકે તે ડ્રોન સીમાની બહાર ઉડી રહ્યા હતા. પરંતુ તે ડ્રોન દેખાયા બાદ પોલીસ અને સેના દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અગાઉ શનિવારે પણ જમ્મૂ-કાશ્મીરના સાંબા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ડ્રોન જાેવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે સ્થાનિકોએ તે ડ્રોનને જાેયા હતા. જાેકે બાદમાં તે ડ્રોન તુરંત પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા સીમાવર્તી કનચક વિસ્તારમાં પાંચ કિલો આઈઈડી સાથે એક ડ્રોનને સેના દ્વારા નીચે પાડી દેવામાં આવ્યું હતું. જૂનમાં જમ્મૂ એરફોર્સ પર પણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી કાશ્મીરમાં ડ્રોન ઉડતા વધારે દેખાઈ રહ્યા છે. જાેકે હાલ ૫ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં સેના અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!