જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે મતગણતરી સંર્દર્ભે તાલીમ કાર્યક્રમ યોજાયો
૨૩ મે ના રોજ યોજાનાર મતગણતરી સંર્દર્ભે
ર૪૦ મતગણતરી મદદનીશ સુપરવાઇઝર તથા ૧૪૨ માઇક્રો ઓબ્ઝર્વરનો તાલીમ કાર્યક્રમ યોજાયો
દાહોદ – શનિવાર : ૧૯-દાહોદ (અ.જ.જા.) લોકસભા મતવિસ્તાર માટે ૨૩ મે, ૨૦૧૯ ના રોજ મતગણતરી યોજાવાની છે. આ માટે ૨૪૦ મતગણતરી મદદનીશ, સુપરવાઇઝર તથા ૧૪૨ માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી કરનારા કર્મચારીઓની તાલીમનો કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિજય ખરાડીએ મતગણતરીના દિવસે ધ્યાનમાં રાખવાના મૃદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. માઇક્રો ઓબ્ઝર્વરે ચુંટણીપંચના માર્ગદર્શન મુજબ મતગણતરી થાય છે કે નહિ તેનું નિરીક્ષણની કામગીરી કાળજીપૂર્વક કરવા તેમણે જણાવ્યુ હતુ.
એ.આર.ઓ અને પ્રાંન્ત અધિકારીશ્રી તેજશકુમાર પરમારે પ્રેઝન્ટેશન દ્રારા મતગણતરીની કામગીરી બાબતે ઝીણવટપૂર્વકની માહિતી આપી હતી. મતગણતરીના દિવસે મતગણતરી મદદનીશ, સુપરવાઇઝર, તથા માઇક્રો ઓબ્ઝર્વરની શું ભુમિકા રહેશે તથા તેમના ભાગે આવતી કામગીરી વિગતે સમજાવી હતી. વીવીપેટ મશીનમાં સ્લીપની ગણતરી વખતે રાખવાની કાળજી, બગડેલું કન્ટ્રોલ યુનિટ બદલવામાં આવ્યુ હોય તો કઇ રીતે ગણતરી કરવી, કન્ટ્રોલ યુનિટમાં કઇ રીતે પરિણામ તપાસવું, તેની નોંધ કયા અને કેવી રીતે કરવી, રોજકામ લખવાની પ્રક્રિયા વગેરે સમજાવ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી મદદનીશ તથા માઇક્રો ઓબ્ઝર્વરને સઘન તાલીમ આપવામાં આવી હતી.તાલીમાર્થી કર્મચારીઓની તાલીમ બાદ પરીક્ષા પણ લેવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં સંબંધિત ચુટણી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

