વધતાં જતાં ડીઝલના ભાવ અને વેપારીઓ દ્વારા ભાડાઓમાં વધારો ન કરતાં દાહોદ જિલ્લા ટ્રક એસોશીએશન આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.03
સમગ્ર દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે સૌ કોઈ હેરાન પરેશાન છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લના ટ્રક એસોસિયેશન દ્વારા ડીઝલના વધતા ભાવોના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં ટ્રક એસોસિયેશન આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જાણવા મળ્યા અનુસાર, ડીઝલના ભાવોમાં વધારો થયો છે ત્યારે વેપારીઓ દ્વારા ભાડા ના વધારતા ટ્રક એસોસિયેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આજ આ ટ્રક એસોસિયેશનની અચોક્કસ મુદતની હડતાળના પગલે આગામી દિવસોમાં દાહોદના વેપાર ધંધા ઉપર ટ્રક એસોસીએશનની હડતાલના પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ થવાના કારણે ખાસ્સી અસર પણ સર્જાઇ શકે તેમ છે આજથી શરૂ થયેલા અચોક્કસ મુદ્દતની હડતાલ ચાર સુધી ચાલુ રહેશે તે જોવાનું રહ્યું અને તેની વેપાર ધંધા ઉપર કેવા પ્રકારની અસરો પડશે તે તો આવનાર સમય કહેશે.