દાહોદ અેમ જી રોડ ઉપર આવેલ બુક સ્ટોર મા આગ લાગી

દાહોદ તા.૧૯

દાહોદ શહેરમાં આવેલ નેશનલ બુક સ્ટોરના ગોડાઉનમાં આજરોજ બપોરના સમયે આકસ્મીક આગ લાગતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આગમાં ગોડાઉનમાં મુકી રાખેલ લોખ્ખોની કિંમતનો ચોંપડાઓનો જથ્થો બળીને રાખ થઈ જવા પામ્યો હતો. બનાવની જાણ ફાયર ફાઈટર તેમજ પોલિસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર ફાઈટરના લાશ્કરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
દાહોદ શહેરના એમ.જી.રોડ ખાતે આવેલ નેશનલ બુક સ્ટોરના ગોડાઉનમાં આજરોજ બપોરના બારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન આકસ્મીક આગ લાગી હતી. આગ લાગતા જ આગના ગોટેગોટા વિસ્તારમાં પ્રસરી જવા પામ્યા હતા. આગની જાણ થતાં બુક સ્ટોરના માલિક સહિત સ્થાનીકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ દાહોદ ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતા ફાયર ફાયટરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. પોલિસને પણ આ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી આવી હતી. થોડા સમય માટે આ એમ.જી.રોડ વિસ્તારનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે કામગીરી પુર્ણ થયા બાદ આ વિસ્તાર ફરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આગનું સાચુ કારણ હાલ સુધી જાણવા મળ્યુ નથી પણ લોકટોળામાં ચર્ચાયા પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આગમાં લાખ્ખોની કિંમતના પુસ્તકો,ચોંપડાઓ વિગેરે સંપુર્ણ બળીને રાખ થઈ જતા મોટુ નુકસાન થયુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!