દિલ્હીમાં ૦૯ વર્ષીય બાળકી ઉપર બળાત્કાર કરી તેના મૃતદેહને સ્મશાનમાં સળગાવી દેતાં આ બનાવનો વિરોધ નોંધાવી દાહોદ વાલ્મીકી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી રજુઆત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દિલ્હીમાં બનેલ કથીત ઘટના એવી ૦૯ વર્ષીય બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી સ્મશાનમાં બાળી નાંખવાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ મામલે દાહોદ વાલ્મીકી સમાજ દ્વારા પણ ભારે વિરોધ દર્શાવી આજરોજ આ મામલે દાહોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઆએને સખ્તમાં સખ્ત અને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
દાહોદ વાલ્મીકી સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં અનુસુચિત જાતિ પૈકી વાલ્મીકી સમાજની ૦૯ વર્ષીય નાબાલીક દિકરીનું બળાત્કાર કરીતેની હત્યા કરવામાં આવી હતી. નરાધમો ત્યાં સુધી ન અટકી લાશનું અંતિમ સંસ્કાર કરી નાંખવા માટે સ્મશાનમાં લઈ ગયાં હતાં અને ત્યાં બાળકીના પરિવારજનોને જાણ કર્યાં વગર બાળકીનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આવા અસામાજીક તત્વોને સામે કાયદેસરની સખ્તમાં સખ્ત સજા કરી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેમજ બાળકીના પરિવારજનોને ન્યાય મળે અને પોલીસ રક્ષણ મળે તેવી રજુઆત કરવામાં આવી હતી.