દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે હાઈવે પર મધ્યપ્રદેશની એસ.ટી.બસને અકસ્માત નડ્યો : ડ્રાઈવર, કંડક્ટર સહિત મુસાફરોને ઈજા : તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૬

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે મોડી રાત્રીના સમયે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલ મધ્યપ્રદેશની મુસાફર ભરેલ એસટી બસને માર્ગ અકસ્માત નડતાં એસ.ટી. બસ હાઈવે પર આવેલ બ્રીજની દિવાલ સાથે અથડાતાં એસટી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ માર્ગ અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર સહિત એસ.ટી.બસમાં સવાર મુસાફરોને ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે.

ગતરોજ માડી રાત્રીના ૦૩ વાગ્યાના આસપાસ મધ્યપ્રદેશની પરિવહન નિગમની એસ.ટી.બસ પોતાની એસ.ટી. બસમાં મુસાફરો ભરી ડ્રાઈવર અને કંડક્ટર દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામેથી પસાર થઈ રહેલ નેશનલ હાઈવે પરના બ્રીજ પરથી પસાર થઈ રહી હતી. જાણવા મળ્યાં અનુસાર, બસ પર કોઈકે પથ્થર મારતાં અને આ પથ્થર ડ્રાઈવરને વાગતાં ડ્રાઈવરે એસ.ટી.બસના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને જાેતજાેતામાં એસ.ટી.બસ નજીકમાં આવેલ બ્રીજની દિવાલ સાથે ધડાકાભેર જાેશભેર અથડાઈ હતી અને જેને પગલે અને બ્રીજના પુલીયાની દિવાલની વચ્ચો વચ્ચ એસ.ટી. બસ ઘુસી જતાં એસ.ટી.બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ માર્ગ અકસ્માતને પગલે એસ.ટી.બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત એસ.ટી.બસમાં સવાર મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર મામલે નજીકની પોલીસે તલસ્પર્શી તપાલ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: