દાહોદની ગલાલીયાવાડની મહિલાને સુપરવાઈઝરમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂા. ૧,૬૪,૦૦૦ પડાવી લીધાની ઘટના બાદ દાહોદ તાલુકા પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૬

થોડા દિવસો પહેલાં દાહોદ તાલુકાવા ગલાલીયાવાડ ગામે એક મહિલાને સરકારી નોકરી અપાવવાના બહાને રૂા.૧,૬૪,૦૦૦ રૂપીયા પડાવી લીંધાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ તાલુકા પોલીસ દ્વારા ટીમ બનાવી આ મામલે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં પૈસા પડાવનાર મહિલાને દાહોદ શહેરના ગોધરા રોડના ભાડાના મકાનમાંથી ઝડપી પાડી હોવાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મહુડી ફળિયામાં રહેતાં વિલાસબેન વિનોદભાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ગત તા.૩૦મી જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, દાહોદ તાલુકાના ધામરડા ગામે રહેતી ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમારે વિલાસબેનને સરકારી સુપરવાઈઝરમાં નોકરી અપાવવાના બહાને સરકારી નોકરીની લાલચ આપી વિસાલબેન પાસેથી રૂા.૧,૬૪,૦૦૦ પડાવી લીધાં હતાં. આ બાદ નોકરી નહીં અપાવતાં વિલાસબેને ઈલાબેન પાસે આપેલ નાણાંની અવાર નવાર માંગણી કરતાં પૈસા આપતાં ન હોવાથી આખરે આ મામલે વિલાસબેને દાહોદ તાલુકા પોલીસ મથકે આ સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકા પોલીસે ત્વરીત એક્શનમાં આવી ઈલાબેનને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં હતાં. પોલીસને બાતમી મળી હતી કે, આ ઈલાબેન અલગ અલગ નામ, સરનામા બદલીને રહેતી હોય છે માટે પોલીસે તેને પકડી પાડવા હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સીસથી મોબાઈલ નંબરના લોકેશન કઢાવી દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતી ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમારને પોલીસે ઝડપી પાડી હતી અને તેની પાસેથી રોકડા રૂપીયા ૯૦,૦૦૦ પણ રીકવર કર્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!