એવોર્ડ મુક્ત કોંગ્રેસઃ મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક : રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ હવે મેજર ધ્યાન ચંદ એવોર્ડ


લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હવે તેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે જય હિન્દઃ મોદી
મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કારથી ભારતીય ખેલાડીઓને સન્માનિત કરાશે
તેમણે સતત ૩ ઓલમ્પિક (૧૯૨૮ એમ્સટર્ડમ, ૧૯૩૨ લોસ એન્જલસ અને ૧૯૩૬ બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
ભારતમાં રમત-ગમત ક્ષેત્રે અપાતા મહત્વના ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાન ચંદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાન ચંદના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમની ભાવનાનું સન્માન કરીને, ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવશે.
હોકીમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને ગર્વિત કરનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓએ એવો આગ્રહ કર્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જાેતા, તેનું નામ હવે મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને આ અંગે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, “ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં અમારી દીકરીઓએ જે ઈચ્છાશક્તિ દર્શાવી છે, જીત પ્રત્યે જે જુસ્સો દર્શાવ્યો છે, વર્તમાન અને આવનારી પેઢીઓ માટે તે પ્રેરણાદાયી છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેજર ધ્યાન ચંદ ભારતના એક અગ્રણી ખેલાડીઓમાંથી છે જેમણે ભારત માટે સન્માન અને ગૌરવ અર્જિત કર્યા. તેમણે કહ્યું કે દેશમાં સર્વોચ્ચ ખેલ સન્માન તેમના નામ પર રાખવું એકદમ યોગ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોકિયો ઓલિમ્પિકમાં પુરુષો અને મહિલાઓની હોકી ટીમના અસાધારણ પ્રદર્શનથી દેશવાસીઓને ગર્વ થઈ રહ્યો છે. દેશમાં હોકીને લઈને એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે. આ આવનારા સમયમાં ઘણાં જ સકારાત્મક સંકેત બની શકે છે.
અત્યાર સુધી ૩ ખેલાડીઓએ હોકીમાં ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો છે. તેમાં ધનરાજ પિલ્લે (૧૯૯૯/૨૦૦૦), સરદાર સિંહ (૨૦૧૭) અને રાની રામપાલ (૨૦૨૦) નો સમાવેશ થાય છે.
રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે. ૧૯૯૧-૯૨માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં ૪૫ લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: