સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી : જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સીનને ભારતમાં મંજૂરી
ભારતને મળી કોરોનાની પાંચમી વેક્સીન, કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક-વી પહેલેથી જ ભારતમાં અપાઈ રહી છે
મોડર્નાને પણ ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૭
ભારતમાં ત્રીજી લહેરના સંકટને અટકાવવા મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યું છે. હવે વેક્સિનેશન કાર્યક્રમને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જ્હોનસન એન્ડ જ્હોનસનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જાેકે આ મંજૂરી એવા સમયે મળી જ્યારે અમુક દિવસ પહેલા જ જ્હોનસન એન્ડ જ્હોનસને વેક્સિનના ઈમરજન્સી એપ્રૂવલની અરજી પરત ખેંચી હોવાના એહવાલ સામે આવ્યા હતા. જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળતા હવે મૉડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓને વેક્સિનને પણ વહેલી તકે મંજૂરી મળે તેવી શક્યતા છે.
ભારતમાં કોરોનાવાયરસ સામેની જંગમાં રસીને સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. દરમિયાન, અમેરિકન ફાર્મા કંપની જાેહ્ન્સન એન્ડ જાેનસને ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી જેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.
ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવનાર જાેન્સન એન્ડ જાેહ્ન્સનની રસી સિંગલ ડોઝ વાળી પ્રથમ રસી છે. તે જ સમયે, રસી મંજૂર થયા પછી, ભારત માટે આ ચોથી કોરોના રસી હશે. અગાઉ ભારતમાં, કોવાક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક-વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ રસીઓ ડબલ ડોઝ છે અને લોકોને ૨ ડોઝ લેવા પડે છે.
ભારતમાં કોરોના વેક્સિનેશનનો આંક ૫૦ કરોડની ઉપર જતા કેન્દ્ર સરકારે ખુશી વ્યક્ત કરી હતી.આરોગ્ય રાજ્ય મંત્રી ડો.ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે,વેક્સિનેશનનો આંક ૫૦ કરોડની ઉપર પહોંચ્યો છે,તે ગર્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે,સરકાર સતત એવો પ્રયત્ન કરી રહી છે કે,દેશના તમામ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચે,જેથી જલ્દીથી દેશને કોરોના મહામારીથી છૂટકારો મળી રહે. કેન્દ્રય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ માત્ર ૨૦ દિવસના સમયમાં વેક્સિનેશનનો આંક ૪૦ કરોડથી ૫૦ કરોડ સૂધી પહોંચાડવામં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્વટ કરી ભારતની કોરોના સામેની જંગમાં આગળ વધી રહેલ વેક્સિનેશનની રફતારની ખૂશી વ્યક્ત કરી હતી