સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત કરેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દાહોદ મુકામે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ : દાહોદના પરેલ વિસ્તારમાં આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ : આદિવાસી પરિવાર દ્વારા દાહોદ જિલ્લામાં ત્રણ લાખ કરતાં વધુ વૃક્ષો ની રોપણી કરી 9 ઓગસ્ટ કરી ઉજવણી : દાહોદ મુકામે યોજાયેલા જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સ્થળનું નામ તાત્યા ભીલ વગડો આપ્યું

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં વેસ્ટન રેલ્વે સામાજિક વનીકરણ વિભાગ અને આદિવાસી પરિવાર ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન પધારેલા મહાનુભાવોનો આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભવ અને આદિવાસી પરિવારના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ સંસ્થા UNO દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેથી વિશ્વ આદિવાસી દિવસ -૨૧ની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા રોડ નજીક પરેલ વિસ્તારમાં પશ્ચિમ રેલવે દાહોદ, સામાજિક વિભાગ દાહોદ, અને આદિવાસી પરિવાર દાહોદ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી પરિવાર દ્વારા રેલવેના વર્ક વિભાગના AIN માંગીલાલ ભાઈ અને સાઉથ ભાગનાAIN રિષભ સિંહનુ તેમજ વનવિભાગ દાહોદના ACF વિનોદભાઈ ડામોરનું આદિવાસી પરંપરા મુજબ ઝુલડી સાફો પહેરાવીને સ્વાગત કરાયું હતું નવજીવન કોલેજના આચાર્ય સંગાડા ગૌતમભાઈ તેમજ ડોક્ટર અમરસિંહ ચૌહાણ નું પણ પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું જ્યારે ભારતીય પત્રકાર સંઘના મધ્યગુજરાતના પ્રમુખ શેતલભાઈ કોઠારી, ભારતીય પત્રકાર સંઘ દાહોદ જિલ્લા મંત્રી રાજેન્દ્ર શર્મા પત્રકાર રાજેશ વસાવે અને મહેશ ડામોર નું પણ આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મહાનુભવો દ્વારા “તાત્યા ભીલ વગડા” મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેલવે કોલોની નગર અને તાલુકામાંથી ઉપસ્થિત લોકોને હાજરીમાં આયુર્વેદિક અને ફળફળાદીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે સાથે કાર્યક્રમમાં આવેલા લોકોને વૃક્ષોના વૃક્ષોના છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલ કોરોના ની ગાઈડલાઈન પાલન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરિવાર દ્વારા તમામને માસ્ક વિતરણ અને સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા

આદિવાસી પરિવાર દ્વારા કોરોના મહામારી દરમિયાન જનજીવનને ઓક્સિજન અભાવે સ્વજનો ગુમાવવા પડયા હતા તેમજ વૃક્ષ છેદન ના કારણે પર્યાવરણને થયેલા નુકસાન ને બચાવવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આદિવાસી પરિવાર દ્વારા દાહોદ જિલ્લામાં ત્રણ લાખ ઉપરાંત વૃક્ષોના છોડ વાવો સમાજના લોકોએ ઘર આગળ ઉછેર્યા છે તેમજ તાત્યા ભીલ વગડા મુકામે 551 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોનો, કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવનાર પોલીસ વિભાગના કર્મચારીઓ, રેલવે કર્મચારીઓનો આદિવાસી પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: