દાહોદ બારીઆ તાલુકામાં વીજ કંપની લીમીટેડની વડોદરાની ટીમના ધામા : વીજ ચોરી કેસમાં ૧૨૦ વીજ ચોરી કરતાં ઝડપાતા કુલ રૂા.૧૨.૮૧ લાખનો દંડ ફટકારતાં વીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગર સહિત તાલુકામાં આજરોજવીજ કંપની લીમીટેડની વડી કચેરી વડોદરાની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં અંદાજે ૧૨૦ વીજચોરો ઝડપાયા હતાં જેમાં વીજ કંપની દ્વારા આ ૧૨૦ ચોરીના બનાવમાં કુલ રૂા.૧૨.૮૦ લાખ જેટલું વીજ ચોરીનું બીલ ફટકારતાં વીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આજરોજ તારીખ ૧૧.૦૮.૨૦૨૧ના રોજ મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડની વડી કચેરી બરોડા દ્વારા દેવગઢ બારીઆ એમ.જી.વી.સી.એલ.ના તાબા હેઠળના દેવગઢ બારીઆના કાપડી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો, દેવગઢ બારીઆ તાલુકાના ગામોમાં સવારના ૦૬.૦૦ કલાકે પોલીસ બંદોબસ્ત સાથે ૨૨ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. વીચ ચેકીંગ દરમ્યાન દેવગઢ બારીઆના કાપડી વિસ્તાર તેમજ વિવિધ ગામોના કુલ ૩૭૪ જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યાં હતાં જેમાંથી ૧૨૦ જેટલા વીજ ચોરોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં જેમને કુલ અંદાજે રૂા.૧૨.૮૧ લાખ જેટલું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું હતું. આમ, આજે વીજ કંપનીની ટીમો દ્વારા દેવગઢ બારીઆ નગર સહિત વિવિધ ગામોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

