દાહોદ શહેરમાં પર્યુંષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
જૈનોના પર્વાધિરાજ પર્વ પર્યુંષણ પર્વનો આરંભ થવાના છે. ત્યારે ગુજરાતી દિગમ્બર જૈન મહાસંઘ દાહોદ, પંચમહાલ ડિવીઝન દ્વારા પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાના બંધ રાખવા માટે દાહોદમા આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત સ્થાનીક સંબંધિતોને રજુઆત કરવામાં છે.
જૈનો અહિંસા અને જીવદયા પ્રેમી પ્રજા છે. જૈનોના પર્વાધિરાજ પર્વ પર્યુંષણ પર્વ તારીખ 03/09./2021 થી તારીખ 19/9/21 સુધી ઉજવા શે. આ સમયગાળા દરમ્યાન જૈનોમાં તપ, ત્યાગનો મહિમા હોય છે. શ્રાવકો તપ, ત્યાગથી આરાધના કરતાં હોય છે. આ સમયગાળા દરમ્યાન જીવો પ્રત્યે સંવેદના, કરૂણાનો ભાવ રહે છે. એકબીજા પ્રત્યે ક્ષમા, યાચનાનો ભાવ રાખવામાં આવે છે. આ પર્યુંષણ પર્વ દરમ્યાન જીવોની કતલ થતાં સમગ્ર જૈન સમાજ દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે. જીવોની હત્યા ના થાય અને સાતામાં રહી તપ, ત્યાગની આરાધના કરી શકે તેવા હેતુથી પર્યુંષણ પર્વ દરમ્યાન કતલખાના બંધ રાખવા માટે ગુજરાતી દિગમ્બર જૈન સમાજ મહાસંઘ દાહોદ, પંચમહાલ ડિવીઝન દ્વારા મુખ્યમંત્રી તેમજ દાહોદ નગરપાલિકા સત્તાધિશોને એક લેખિત રજુઆત કરી કતલખાના બંધ કરાવવા તેમજ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.