જિયોના ડેટા નેટવર્ક ઉપર iPhone XS અને iPhone XS Maxનું આગમન જિયોના ડેટા નેટવર્ક ઉપર iPhone XS અને iPhone XS Maxનું આગમન
વિશ્વના સૌથી મોટા નેટવર્ક જિયોએ આજે આઈફોનના સૌથી આધુનિક ફોન્સ iPhone XS અને iPhone XS Max ને પોતાના નેટવર્ક ઉપર ઉપલબ્ધ બનાવ્યા છે. ગ્રાહકો આજથી જ આ બન્ને નવા આઈફોન ખરીદવા માટે ઓર્ડર આપી શકશે.
iPhone XS અને iPhone XS Max સૌથી આધુનિક આઈફોન છે. આ બન્ને ફોન સ્માર્ટફોનનો અનુભવ અને તેની સવલતોને વધુ ઉંચાઈ ઉપર લઇ જઈ રહ્યા છે. બન્ને ફોનમાં ડ્યુઅલ સીમ (બે સીમ કાર્ડ)ની સવલત છે જેથી નેનો સીમ અને eSIM થકી આઈફોનનો ઉપયોગ શક્ય બનશે