દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ઈસમે અગમ્યકારણોસર એખ મહિલાને મોતને ઘાટ ઉતારતાં ખળભળાટ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ઈસમે કોઈક કારણોસર એક આધેડ મહિલાને માથાના ભાગે તેમજ શરીરે ધારદાર પાવડાથી ઉપરા ઝાપરી ઘા ઝીંકી લોહીલુહાણ કરી સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૧૨મી ઓગષ્ટના રોજ પીપલોદ ગામે ડાયરા ફળિયામાં રહેતો બાબુભાઈ સોનાભાઈ ડાયરા પોતાના ગામમાં રહેતાં લીલાબેન બળવંતભાઈ ડાયરાના ઘરે આવ્યો હતો અને આ દરમ્યાન પોતાની સાથે ધારદાર પાવડો સાથે લઈ આવ્યો હતો. લીલાબેનની સાસુ લાલીબેન સાથે બાબુભાઈએ ઝઘડો તકરા કરી એકદમ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલ પાવડાથી લાલીબેનને માથાના ભાગે માર્યાે હતો અને શરીરે પણ પાવડાના ઘા મારતાં આ જાેઈ લાલીબેનની વહુ લીલાબેન આવી પહોંચતાં બાબુભાઈને કહેલ કે, કેમ મારો છો, તેમ કહેતાં ફરીવાર બાબુભાઈએ લીલાબેનને માથાના ભાગે તેમજ શરીરે, ખભાના ભાગે ઉપરા ઝાપરી ઘાર મારી લોહીલુહાણ કરી સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી નાસી જતાં આ બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સંદર્ભે લીલાબેન બળવંતભાઈ ડાયરાએ બાબુભાઈ સોનાભાઈ ડાયરા વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: