લીમખેડા ડિવિઝનમાં સમાવિષ્ટ રણધીકપુર, ધાનપુર અને લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર માથી બે વર્ષ દરમિયાન ઝડપાયેલા રૂપિયા 1.41 કરોડના દારૂનો નાશ કરાયો
દાહોદના જિલ્લાના લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ આવેલા લીમખેડા, ધાનપુર, અને સીંગવડ સહિત ત્રણ તાલુકા માં છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપાયેલો કુલ રૂપિયા૧,૪૧,૭૩૧૧૬ ના દારૂ ના જથ્થાનો અંતેલા ની સરકારી જમીન મા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી અને રોલરની મદદથી નાશ કરવામાં આવ્યો હતો
દાહોદ જિલ્લામાં આવેલા લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ ના ત્રણ પોલીસ મથકો દેવગડ બારીયા, લીમખેડા અને ધાનપુર સહિતના ત્રણ તાલુકા માંથી બે વર્ષ દરમિયાન ઝડપાયેલો કુલ રૂપિયા 1,41,73116 ની કિંમતના દારૂના જથ્થાનો દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના જંગલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન અને રોલરની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં લીમખેડા તાલુકામાં 98,84,341 નો દારૂ નો જથ્થો ઝડપાયો હતો જ્યારે ધાનપુર તાલુકા નો રૂ 24,70,559 નો દારૂ નો જથ્થો, અને સિંગવડ તાલુકા માં ઝડપાયેલ 18,18,180 નો દારૂ ના જથ્થા નો નાશ કરવમાં આવ્યો હતો. આમ સીંગવડ, લીમખેડા અને ધાનપુર તાલુકાનો મળી કુલ રૂપિયા ૧, ૪૧,૭૩૧૧૬ ની કિંમતના દારૂના જથ્થાનો દેવગઢ બારીયા તાલુકામાં આવેલા અંતેલા ગામના સરકારી જમીન પર ઠાલવી રોલર અને જેસીબી મશીનની મદદથી નાશ કરવામાં આવ્યો હતો આ દરમિયાન લીમખેડા પ્રાંત અધિકારી, લીમખેડા Dy Sp તથા તમામ તાલુકાના મામલતદાર ,તમામ તાલુકા PSI તથા નશાબંદી વિભાગ ના કર્મચારી ના ઉપસ્થિતિમાં તમામ દારૂ ના જથ્થાનો નિકાસ કરવમાં આવ્યો હતો. આ તમામ દારૂ કોઈ અવર જવર ના કરે તેવા અવાવરું સ્થળે તમામ અધિકારી ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.