દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભાણપુરા ગામે એલ.સી.બી. પોલીસે જાહેરમાં જુગાર રમતાં ૮ જુગારીઓને રૂા.૧.૬ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભાણપુરા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે પૈસા વડે હારજીતનો જુગાર રમતાં આઠ જુગારીઓને દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂા.૧,૦૬,૧૧૦નો ની રોકડ ઝડપી પાડી હોવાનું જાણવા મળે છે.
દાહોદ એલસીબી સ્ટાફની ટીમ દ્વારા ઝાલોદ તાલુકાનાના ભાણપુરા (ભાવપુરા) ગામનાં નીચલા ફળિયાના ભાંગે જુગારીયાઓ જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગતરોજ એલ.સી.બી. પોલીસની ટીમે ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં જેમાં ( ૧ ) આમીન ગફારભાઈ જાતે ગુડાલા રહે.ગુલીસતાન સોસાયટી.ઝાલોદ ( ૨ ) સરફરાજ રજાકભાઈ જાતે.ગાંડા રહે. મીઠાં ચોક મસ્જિદ બજાર ઝાલોદ ( ૩ ) નિલેશભાઈ સુરેશભાઈ જાતે.ડામોર રહે.મીઠાં ચોક આમલી ફળિયા.ઝાલોદ ( ૪ ) ફરહાન વહાબભાઈ જાતે. ટીબીવાલા રહે. ફતેપુરા રોડ નંદાવન સોસાયટી.ઝાલોદ (૫) ધ્રુવભાઈ પ્રકાશભાઈ જાતે. પરમાર રહે.કોળીવાડા.ઝાલોદ (૬) સચીન કુમાર રમેશભાઈ જાતે દેવડા રહે?. ડબગરવાસ.ઝાલોદ (૭) મોહમ્મદ અબ્દુલકરીમ જાતે રાણીયા રહે.અર્બન બેન્ક પાસે ઝાલોદ (૮) નરેશભાઈ દલાભાઈ જાતે વસૈયા રહે. આશ્રમ ફળિયું બીયામાળી.ઝાલોદ આ આંઠ જુગારીયાઓ સામેલ હાં. આ આંઠ જુગારીયાઓ પાસે થી કુલ મુદ્દામાલ કુલ કિ.રૂ ૧,૦૬,૧૧૦ નો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આંઠ જુગારીયાઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

