દાહોદ તાલુકાના ગડોઈ ઘાટી ખાતે એક મોટરસાઈકલ ચાલક લુંટાયો : ત્રણ અજાણ્યા લુંટારૂઓએ મોટરસાઈકલ ચાલકને બાનમાં લઈ માર મારી રૂા.૧૩,૫૦૦ની મત્તાની લુંટ કરી ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

દાહોદ તાલુકાના ગડોઈ ઘાટી પાસે એક મોટરસાઈકલ ચાલકને ત્રણ જેટલા અજાણ્યા લુંટારૂઓ મોટરસાઈકલ પર આવી મોટરસાઈકલ ચાલકને ઉભો રાખી ગડદાપાટ્ટુનો માર મારી ખિસ્સામાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ તેમજ બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧૩,૫૦૦ના મુદ્દામાલની લુંટ કરી લુંટારૂઓ નાસી જતાં પથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગત તા.૧૩મી ઓગષ્ટના રોજ ગરબાડા તાલુકાના દાદુર ગામે ઝેરવાણીયા ફળિયામાં રહેતાં ફતેસિંહ રૂપસિંહ ગોહીલ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ગડોઈ ઘાટી પરથી રાત્રીના નવેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલ પર આશેર૩૦ વર્ષીયની ઉંમર ધરાવતાં ત્રણ અજાણ્યા લુંટારૂઓ આવ્યાં હતાં અને ફતેસિંહભાઈની મોટરસાઈકલને ઓવરટેક કરી ઉભા રાખ્યાં હતાં. ફતેસિંહભાઈને ગડદાપાટ્ટુનો માર મારી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦, ડ્રાઈવીંગ લાઈસન્સ, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧૩,૫૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી અજાણ્યા લુંટારૂઓ નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ ફતેસિંહ રૂપસિંહ ગોહીલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: