લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે જાહેરમાં જુગાર રમતાં ૦૭ જુગારીઓને પોલીસે દબોચી લીધાં : રૂા.૧૮,૯૦૦નો મુદ્દામાલ કબજે કરતી દાહોદ એલ.સી.બી. પોલીસ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે ખુલ્લા ખેતરમાં જાહેરમાં ગંજી પત્તા પાના વડે જુગાર રમી રહેલ ૦૭ જુગારીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાં છે ત્યારે પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂપીયા ૧૮,૯૦૦ની રોકડ કબજે કરી છે.

ગત તા.૧૬મી ઓગષ્ટના રોજ બાંડીબાર ગામે પાટડી ફળિયામાં આવેલ એક ખુલ્લા ખેતરમાં એક આંબાના ઝાડ નીચે ભરતકુમાર બાબુલાલ સોલંકી (રહે. બાંડીબાર), નટુભાઈ કીડીયાભાઈ મસિયા (રહે. બાંડીબાર), મસુદ ઈબ્રાહીમ સામદ (રહે. બાંડીવાડ, ઘાંચીવાડ), મુરાદ ઈબ્રાહીમ સામદ (રહે. બાંડીબાર, ઘાંચીવાડ), અરવિંદકુમાર બાબુલાલ શાહ (રહે. મોટીબાંડીબાર) ભરતભાઈ હીરાભાઈ ભરવાડ (રહે.લીમખેડા),  મગનભાઈ જામુડાભાઈ લબાના (રહે. મોટીબાંડીબાર) અને વિરેન્દ્રકુમાર મગનલાલ લબાના (રહે. મોટીબાંડીબાર) આ આઠેય જણા પૈસા વડે હારજીતનો ગંજી પત્તા પાના વડે જુગાર રમી રહ્યાં હતાં. આ દરમ્યાન દાહોદ એલ.સી.બી. પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ જુગારીઓને ચારેય તરફથી પોલીસે ઘેરી લઈ તમામને ઝડપી પાડ્યાં હતાં અન જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂા.૧૮,૯૦૦ની રોકડ રકમ કબજે લઈ પોલીસે જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: