દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી જાહેરમાં જુગાર રમતાં ૦૯ને લીમડી પોલીસે ઝડપી પાડ્યાં : રૂા.૫૫,૬૧૦નો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના ડબગરવાસમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા ૦૯ જુગારીઓને લીમડી પોલીસે ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂા.૫૫,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાની લીમડી નગર પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમડી નગરના ડબગરવાસમાં અંધારામાં ચોકમાં લાઈટના અજવાળામાં શ્રાવણીયો જુગાર રમી રહેલ નવ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા તેમજ મોબાઈલ ફોન તેમજ પત્તા પાના સહિતનો મુદ્દામાલ કબજે લઈ કુલ રૂા.૫૫,૬૧૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ નવ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં.