દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક શ્રી નલીન એસ. બામણીયા આજ રોજ નિવૃત્ત થયા
દાહોદઃ૩૧
દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક શ્રી નલીન એસ. બામણીયા આજ રોજ વયનિવૃત્ત થયા હતા. તેઓએ વર્ષ ૧૯૮૯ થી તેમની કારકિર્દીની શરૂઆત માહિતી મદદનીશ તરીકે કરી હતી. તેઓએ સતત નિષ્ડા અને ખંતપૂર્વક પોતાને સોંપવામાં આવેલ ફરજો નિભાવી હતી.
સંયુકત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ શાલ ઓઢાડી વિદાયપત્ર આપી સન્માન કર્યુ હતુ. વિદાય કાર્યક્રમમાં વડોદરાના નાયબ માહિતી નિયામક શ્રી સંજય શાહ, કચેરી અધિક્ષકશ્રી સુખડીયા, પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી બચુભાઇ બારીયા, જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી મહેન્દ્ર પરમાર, ટેકનીકલ આસીસ્ટન્ટ રોહિત જોષીયારા,ફોટોગ્રાફર જુજર તથા પત્રકાર મિત્રો અને માહિતી ખાતાના તમામ કર્મચારીઓએ તેમને ભવિષ્યની શુભકામનાઓ સાથે ભાવપૂર્ણ વિદાય આપી હતી.

