દાહોદ તાલુકાના વિજાગઢ,શ્યામપુરા ગામે આવેલ શ્રી શિવ ગંગાઝરી ધામ મંદિર ખાતે શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ દર્શાનાર્થે પહોંચ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ તાલુકામાં વિજાગઢ, શ્યામપુરા ગામે આવેલ શ્રી શિવ ગંગાઝરી ધામ મંદિર ખાતે વાર – તહેવારે તેમજ હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેવા સમયે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આ નિજ મંદિર ખાતે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જાણવા મળ્યા અનુસાર, આ મંદિર પૌરાણિક મંદિરોમાંથી એક માનવામાં આવી રહ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિરમાંથી શિવ ગંગા રુપી જળ કાયમી વહેતું રહે છે જેને જોવા માટે દાહોદ જિલ્લાના આસપાસના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ નિજ મંદિર ખાતે વાર – તહેવારે વિવિધ કાર્યક્રમોનું જેવા કે, યજ્ઞ, ભંડારા,પૂજા પાઠ સહિત અનેક આયોજન કરવામાં આવે છે. આ મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર, આ મંદિરને વિકસાવવામાં અને તેની સાચવણી કરવામાં તે જરૂરી છે. હાલ મંદિર તરફ જતો માર્ગ કાચો રસ્તો છે જેને પાકો રસ્તો સંલગ્ન તંત્ર દ્વારા બનાવી આપે તેવી મંદિરના પૂજારીઓ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો તેમજ આવતા ભક્તોની લાગણી અને માંગણી છે. જાણવા મળ્યા અનુસાર, આ મંદિરનું કામકાજ પણ ચાલી રહ્યું છે.