દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે જુગાર રમી રહેલા ૧૧ જુગારીઓને પોલીસે દબોચી લીધાં : રૂા.૨૭ હજારની રોકડ કબજે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે રોડ ઉપર લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા ૧૧ જુગારીઓને પોલીસે દબોચી લઈ જેલ ભેગા કર્યાં હતાં. પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂા.૨૭,૭૧૬ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ મુકેશભાઈ કાલીદાર પ્રજાપતિ (રહે.લીમખેડા, રામદેવજી મંદિરની સામે), પ્રદિપભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે. લીમખેડા, રામજી મંદિરની સામે), સંતોષભાઈ રસીકલાલ સોની (રહે.લીમખેડા, દાહોદ રોડ), ભરતભાઈ બાબુભાઈ સોલંકી (રહે. બાંડીબાર, મેઈન બજાર, લીમખેડા), ચિરાગ ભીખાભાઈ ગુર્જર (રહે. લીમખેડા), પરસોત્તમભાઈ ધનાભાઈ ભરવાડ (રહે.જેતપુર દુ, ભરવાડ ફળિયું, લીમખેડા), ભુપેન્દ્ર નટવરલાલ પંચાલ (રહે.લીમખેડા, ચિત્રકુટ સોસાયટી), શ્યામકુમાર તુલસીદાસ બારીયા (રહે.લીમખેડા, ઝાલોદ રોડ, રામજી મંદિર પાસે), ઈન્દ્રસિંહ ઉર્ફે રવી ગોવિંદસિંહ ચાવડા (રહે. લીમખેડા, ઝાલોદ રોડ, રામદેવજી મંદિરની સામે), ગૌતમકુમાર શાંતીલાલ ટિલ્વે (રહે. લીમખેડા, ધરીયા ફાર્મની સામે) અને તેજકુમાર મનહરલાલ અગ્રવાલ (રહે.લીમખેડા, શ્રીજી સોસાયટી, લીમખેડા) આ અગીયાર જણા મોટાહાથીધરા ગામે આર.સી.સી. રોડ ઉપર લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની લીમખેડા પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળે ઓંચિતો છાપો માર્યાેં હતો. આ દરમ્યાન જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી પોલીસે કુલ રૂા.૨૭,૭૧૬ની રોકડ રકમ કબજે કરી હતી.
આ સંબંધે લીમખેડા પોલીસે ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.