દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે એક રહેણાંક રમાતા જુગાર ધામ પર પોલીસનો સપાટો : પાંચ જુગારીઓ નાસી જવામાં સફળ : બે જણાને દબોચી લેવાયાં : રૂા.૫૬ હજારની રોકડ કબજે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે એક મકાનમાં જુગાર રમી રહેલ જુગારી ટોળકી પર ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રેડ દરમ્યાન બે જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે બાકીના ૦૫ જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ બે જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રૂા.૫૬,૨૬૦ની રોકડ રકમ તેમજ પત્તા પાના કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના ગામડી રોડ પર ડુંગરી ફળિયામાં (નવાઘરા) માં દલુભાઈ નાથાભાઈ વસૈયાના રહેણાંક મકાનમાં દલુભાઈ નાથાભાઈ વસૈયા, રજાકભાઈ ઈસ્માઈલભાઈ ગાંડા (રહે. લુહારવાડા, મસ્જીદ પાછળ, ઝાલોદ), સાજીદ મુસ્તાકભાઈ જર્મન (રહે. સંજેલી, મસ્જીદ ફળિયા), અબ્દુલભાઈ ગનીભાઈ શેખ (રહે. સંજેલી, ઝાલોદ રોડ), કમલેશભાઈ મોહનભાઈ ભુનાતર (રહે. ઝાલોદ, ડુંગરી ફળિયા), મુકેશભાઈ મનાભાઈ ડુમી (રહે. ગામડી રોડ, ઝાલોદ) અને ચંદુભાઈ નટવરભાઈ ભુનાતર (ડુંગરી ફળિયા, ઝાલોદ) આ તમામ જુગારીઓ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં. આ અંગેની બાતમી ઝાલોદ પોલીસને મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાંથી પોલીસે મુકેશભાઈ મનાભાઈ ડુમી અને ચંદુભાઈ નટવરભાઈ ભુનાતરને ઝડપી પાડ્યાં હતાં જ્યારે બીજા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બે જુગારીઓની અંગ ઝડતી કરતાં અને દાવ પરથી કુલ મળી રોકડા રૂપીયા ૫૬,૨૬૦ની રોકડ કબજે કરી હતી.
આ સંબંધે ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
