અફધાનમાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાની તૈયારીઓ શરૂ
(જી.એન.એસ.),નવી દિલ્હી,૨૧
આ વિમાન દ્વારા ૨૫૦ લોકો ભારત પરત આવે એવી અપેક્ષા છે, પરંતુ એ જાેવાનું બાકી છે કે કેટલા લોકો કાબુલ એરપોર્ટ પર પહોંચી શકે છે, કારણ કે એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર તાલિબાનો ઊભા રહ્યા છે. જાેકે તાલિબાન પણ દાવો કરી રહ્યા છે કે તે અન્ય દેશોના લોકોને બહાર જતા અટકાવશે નહીં. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે, તેથી અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે પોતાના લોકોને બહાર કાઢવા માટે એરફોર્સના ગ્લોબમાસ્ટર ઝ્ર-૧૭ને સ્ટેન્ડબાય પર પણ મૂકી દીધું છે, એને ગમે ત્યારે કાબુલ મોકલવામાં આવી શકાય છે. કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનું વાતાવરણ છે. અહીં અમેરિકન સૈનિકોએ લોકોને બહાર કાઢવાની જવાબદારી લીધી છે, પરંતુ એરપોર્ટ તરફ જવાના રસ્તા પર તાલિબાનો ઊભા છે. કાબુલથી એરફોર્સનાં વિમાનોમાં ભારતીયો લાવવામાં આવી રહ્યા છે. ગયા મંગળવારે, ૧૨૦થી વધુ લોકો ગ્લોબમાસ્ટર ઝ્ર-૧૭થી વતન પરત ફર્યા હતા. એમાં કાબુલમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, ૈં્મ્ઁના કર્મચારીઓ અને અન્ય લોકો સામેલ હતા. આ પહેલાં સોમવારે પણ ૪૫ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન તાલિબાનનો વિરોધ પણ ઉગ્ર બન્યો છે. રાજધાની કાબુલથી આશરે ૧૨૫ કિલોમીટર દૂર આવેલી પંજશીર ખીણમાં લડવૈયાઓએ તાલિબાન સામે બળવાનું રણશિંગું વગાડ્યું છે. આ લડાઈમાં ૧૫ તાલિબાન માર્યા ગયા છે, જ્યારે ૧૦ને પંજશીર લડવૈયાઓએ પકડી લીધા છે. જાેકે તેની પુષ્ટિ થઈ નથી. અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રી જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદે પણ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તાલિબાનને પુલ-એ-હિસાર, બાનુ અને દેહ-એ-સલાહમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બિસ્મિલ્લાહ મોહમ્મદ અશરફ ગનીની સરકારમાં સંરક્ષણમંત્રી હતા તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો છે, પરંતુ તાલિબાનના નિયંત્રણ બહારનો એકમાત્ર વિસ્તાર પંજશીર છે. મીડિયા અહેવાલો અનુસાર તાલિબાને અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ સાથે વાતચીત કરવા માટે એક પ્રતિનિધિમંડળને પંજશીર મોકલ્યું છે. જ્યારે એક મુલાકાતમાં મસૂદે કહ્યું છે કે તે વાતચીત અને હુમલા બંને માટે તૈયાર છે. જ્યારે તાલિબાન સમર્થકો કહી રહ્યા છે કે જાે પંજશીરનો મુદ્દો જલદી ઉકેલવામાં નહીં આવે તો તે તાલિબાન માટે માથાનો દુખાવો બની જશે. તાલિબાનના કબજા દરમિયાન પંજશીરના આસપાસના પ્રાંતમાંથી કેટલાક અફઘાન સૈન્યદળો પણ પંજશીર પહોંચ્યાં હતાં. હવે બીજા ઘણા જિલ્લાઓમાં ભીષણ લડાઈના સમાચાર છે. સૂત્રો કહે છે કે પંજશીરમાં તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન પંજશીરના વડીલોએ અમરુલ્લાહ સાલેહને પંજશીર છોડવાનું કહ્યું છે, કારણ કે સ્થાનિક લોકો હવે યુદ્ધ નહી, શાંતિ ઈચ્છે છે. અમરુલ્લાહ સાલેહનું ઠેકાણું આ દિવસોમાં પંજશીર જ છે. આતંકવાદી ખલીલ હક્કાની કાબુલની એક મસ્જિદમાં ઇસ્લામિક અમીરાતની જાહેરાત કરતા જાેવા મળ્યો છે. અમેરિકાએ ખલીલ હક્કાની પર ૫ લાખ ડોલરનું ઈનામ રાખ્યું છે અને તે મોસ્ટ વોન્ટેડ છે. ખલીલ હક્કાની જલાલુદ્દીન હક્કાનીનો ભાઈ છે. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં ઘણા મોટા હુમલા કર્યા અને ભારતીય હિતોને પણ નિશાન બનાવ્યા હતા.