દાહોદ તાલુકા પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી પગલે પરિવારમાં ખુશીનો માહોલ : મધ્યપ્રદેશનો અસ્થિર મગજનો યુવક દાહોદ આવી પહોંચતાં દાહોદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા. ૨૩
મધ્યપ્રદેશ રાજ્યના એક અસ્થીર મગજની વ્યક્તી કોઈક કારણોસર દાહોદ ખાતે આવી પહોંચતાં આ મામલે એક જાગૃત નાગરિકે દાહોદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આ અસ્થિર મગજના યુવકની સાદગીથી તેમજ નમ્રતાથી પ્રેમ પુર્વ પુછપરછ તેમજ માતા પિતા તેમજ સ્વજનોની વિશે પુછપરછ કરતાં યુવકને તેના પિતાનો મોબાઈલ નંબર યાદ કોઈ દાહોદ તાલુકા પોલીસે તે મોબાઈલ નંબર પર ફોન કરી તેના માતાને દાહોદ ખાતે બોલાવી યુવકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
તા.૧૭/૦૮/૨૦૨૧ના રોજ રાત્રી દરમ્યાન દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત નાગરીકનો ફોન આવેલ કે, એક અજાણી વ્યક્તી ગલાલિયાવાડ ગામમાં બેસેલ છે જે બહારનો વ્યક્તી લાગતો હોય અને અસ્થિર મગજનો છે જેથી પોલીસ સ્ટેશનના અમલદારનાઓ એસી.પો.સબ.ઇન્સ.એમ.એફ ડામોરઓને જાણ કરતાં તેઓએ તાત્કાલિક તે જગ્યાએ અ. હેડ કોન્સ્ટેબલ જવસિંગભાઈ બીલવાળ તથા પોલીસ સ્ટાફના માણસોને મોકલી અજાણી વ્યક્તિને સત્વરે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. પોલીસ સ્ટેશને લાવ્યાં બાદ અજાણી વ્યક્તીને પોલીસસ્ટાફે ચા – પાણી નાસ્તો કરાવ્યાં બાદ તેના પુરા નામ અને સરનામા બાબતે પુછપરછ કરતાં તેને પોતાનું નામ આયુષકુમાર ઉમાશંકર મિશ્રા (રહે.પટનાકલા ગામતા.જિલ્લો.અનુપપુર રાજ્ય મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. આ બાદ તેના માતા – પિતા સગાં વહાલાં બાબતે પુછપરછ કરતાં તે ફક્ત તેન પિતાજીનો મોબાઈલ નંબર યાદ હોય તેના પિતાનો સંપર્ક કરી દાહોદ ખાતે બોલાવતા ત્રણ દિવસે તેના પિતાજી પોલીસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં અને પોલીસને જણાવેલ કે, આમારો દીકરો ૩ (ત્રણ) અઠવાડિયાથી ઘરેથી નીકળી ગયેલ છે અને પોતે આજદીન સુધી તેમના સગા વહાલા તથા આજુબાજુનાં વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ ન હતો તેમજ તે માનસીક રોગથી પીડાતો હોય અગાઉ પણ આ રીતે ઘરથી નીકળી ગયેલ હતો. આમ, તેમનો દીકરો પોતાનુ ભાન ભુલી જઇ કોઇ ટ્રેનમાં બેસી જઇ દાહોદમાં ઉતરી ગયેલ ત્યાર બાદ તે દાહોદમાં ભટકતો હતો જે પોલીસ હસ્તક છે તેવી જાણ થયેથી તુર્તજ આવી પહોંચી આટલા દિવસ તેમના દીકરાને રહેવા જમવાની સુવિધા કરી આપવા બદલ દાહોદ રૂરલ તથા દાહોદ પોલીસ તેમજ ગુજરાત પોલીસનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને આટલા દિવસો બાદ પોતાના પુત્ર સાથે મિલન થતા લાગણી સભર વાતાવરણ બનવા પામેલ હતું બાદ તેઓના પિતા – પુત્રના સબંધના પુરાવા મેળવી વિદાય આપેલ હતી.