કાબુલથી જુદા જુદા વિમાનોમાં ૧૪૬ ભારતીયને ભારતમાં લવાયા

(જી.એન.એસ.), કાબુલ, ૨૩
સોમવારે સવારે દોહાથી ૧૪૬ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વિમાનભારતીયોને લઈને આવી ગયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૯૭૨ તેમને લઈને આવ્યું છે. અગાઉ, કતાર એરવેઝની ફ્લાઈટ ઊઇ૫૭૮ રવિવારે રાત્રે ૧.૫૫ કલાકે ૩૦ ભારતીયોને લઈએન દોહાથી દિલ્હી પહોંછી હતી. કુલ ૧૪૬ ભારતીયો પરત પહોંચી ગયા છે. આ તમામ લોકોને રવિવારે અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યૂ કરીને કતારની રાજધાની દોહા લાવવામાં આવ્યા હતા. કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે ટિ્‌વટ કરીને આ માહિતી આપી હતી. કાબુલ એરપોર્ટના ઉત્તર ગેટ પર અફઘાન સૈનિકો, પશ્ચિમી સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો. જર્મન સેનાના જણાવ્યા અનુસાર, તેમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. આ લડાઈમાં અમેરિકન અને જર્મન સૈન્ય પણ સામેલ હતું. શનિવારે કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં અફઘાનિસ્તાનના સાત લોકો પણ માર્યા ગયા હતા. હામીદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીયો અને ૪૬ અફઘાની હિન્દુઓ અને શીખ રાહ જાેઇ રહ્યા છે. તેમની પાસે ત્રણ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ પણ છે. તેમને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. ભારતે એરફોર્સના પ્લેનમાં અફઘાનિસ્તાનમાંથી ૧૬૮ લોકોને બહાર કાઢ્યા હતા. તેમાં ૧૦૭ ભારતીયો હતા. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને દ્ગછ્‌ર્ંએ જે ૧૩૫ ભારતીયોને કાબુલથી કતારમાં પહોચાડ્યા હતા, તેમની પણ વતન વાપસી થઈ છે. કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. રવિવારે ૩૯૦ લોકો ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા, જેમાંથી ૩૨૯ ભારતીય છે. એરફોર્સના સી -૧૭ વિમાનમાંથી ૧૬૮ લોકો પરત ફર્યા જેમાં ૧૦૭ ભારતીયો અને ૨૩ અફઘાની શીખો અને હિન્દુઓનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના ૩૪ માંથી ૩૩ પ્રાંત તાલિબાનના કબજામાં આવી ગયા છે. જે બાકી છે તે માત્ર પંજશીર છે, જેના માટે તાલિબાન અને પંજશીરના લડવૈયાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેના વિશે એવા અહેવાલો હતા કે પંજશીર લડવૈયાઓએ રસ્તામાં તાલિબાન પર હુમલો કર્યો. આ હુમલામાં ૩૦૦ તાલિબાન લડવૈયા માર્યા ગયા છે. તાલિબાને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તાલિબાનનો દાવો છે કે તેણે પંજશીરના બે જિલ્લા કબજે કર્યા છે.
અફઘાનિસ્તાન પર કબજાે કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. આ સાથે નવા રાષ્ટ્રપતિના નામની પણ જાહેરાત થઈ શકે છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે નવી સરકાર બનાવવા માટે અફઘાન નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ છે. તાલિબાનના ડર વચ્ચે, ઘણા દેશોના વિમાનો દરરોજ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે. રવિવારે યુએસ પ્રમુખ જાે બાઈડેને કહ્યું કે અમેરિકાએ ૩૬ કલાકમાં ૧૧,૦૦૦ લોકોને બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર સેફ ઝોનમાં વધારો કર્યો છે. તાલિબાનોએ આમાં તેમની મદદ કરી છે. બાઈડેને એમ પણ કહ્યું હતું કે કોઈ પણ રસ્તો નથી કે આટલા બધા લોકોને કાબુલમાંથી તકલીફ અને નુકશાન વિના બહાર કાઢી શકાય. તમે લોકો જે હૃદયસ્પર્શી તસવીરો જાેઈ રહ્યા છો, તે થવાનું જ હતું. આ લોકોને જાેઈને મારું હૃદય દુભાય છે. પરંતુ અંતે, સવાલ એ છે કે, જાે અમે અફઘાનિસ્તાન હવે છોડશું નહીં, તો ક્યારે છોડીશું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!