દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર નોકરી પરથી પરત ફરતી વેળાએ સાંજના સમયે ૨૦ વર્ષીય યુવક પાસેથી મોબાઈલ ફોન ચોરી કરી નસી જતાં મોટરસાઈકલ ચાલકો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ ખાતેથી સમી સાંજના સમયે ચાલતા પસાર થઇ રહેલ એક 20 વર્ષીય યુવક પાસેથી બે મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા અજાણ્યા ઈસમોએ 24 હજારનો કિંમતનો મોબાઇલ લઇ નાસી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે કાકરીમાળી ફળિયામાં રહેતા 20 વર્ષીય વિશાલભાઈ રાજુભાઈ ભુરીયા પોતાની નોકરી પરથી છુટી સાંજના સાતેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ જકાતનાકાથી ચાલતા રેલ્વે સ્ટેશન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન બે મોટરસાયકલ ઉપર સવાર થઇ આવેલા અજાણ્યા ચોર ઈસમોએ વિશાલભાઈના હાથમાંથી ૨૪ હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઇ નાસી જતા આ સંબંધે વિશાલભાઈ રાજુભાઈ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.