અમદાવાદના બોપલમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા ૩ મજૂરો ગુંગળાયા : ત્રણેયના મોત : ત્રણેય મજૂરો દાહોદ તાલુકાના વાંદરીયા ગામના વતની : પરિવારજનોમાં માતમ છવાયો

 
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.27

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ડી.પી.એસ સ્કૂલ પાસે ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કામદારો ઝેરી ગેસથી ગુંગળાયા છે. ત્રણ મજૂરોમાંથી ગૂંગળામણ થતાં બે મજૂરોનાં મોત થયાં છે અને ત્રીજાની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરનાં જવાનો ઘટનાસ્થળે પહોંચીને એક મજૂરની શોધખોળની કામગીરી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના તાલુકાના વાંદરીયા ગામના નીશાળ હોળી ફળીયા ના રેહવાસી (૧)ભરતભાઇ મનુ ભાઈ મેડા૨,(2) રાજેશભાઈ કનુભાઈ મેડા, (૩) સંદીપભાઈ કનુભાઈ મેડા સહીત ત્રણ કામદારો પરીવાર સાથે યોગી કન્ટ્રકશનમાં કામ કરતા હતા.તેઓ ગઈકાલે બોપલ વિસ્તારમાં ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેથી એક મજૂર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે મજૂર અંદર બેભાન થયો હતો. જેના લીધે તેને બચાવવા માટે બે મજૂરો ઉતર્યા હતા. જેમાંથી બે મજૂરોના મોત થયા છે, જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જે બાદ ગટરમાં સફાઇ કામ માટે ગયેલા મજૂરોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી. ફાયરના જવાનોએ ગટર પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: