દાહોદ જિલ્લાના અનવરપુરા ગામે એલ.સી.બી. પોલીસનો સપાટો : એક ટેમ્પામાંથી રૂા.૨.૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : બે જણાની અટકાયત : રૂા. ૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પાને ઉભો રખાવી તેની અંદર તલાસી લેતાં વિદેશી દારૂનો બોટલો નંગ. ૨૭૭૨ કિંમત રૂા.૨,૭૨,૫૬૭ ના પ્રોહી જથ્થા સાથે બે જણાની અટકાયત કરી તેઓની પાસેથી મોબાઈલ ફોન વિગેરે મળી તેમજ ટેમ્પાની કિંમત મળી કુલ રૂા.૫,૨૮,૫૬૭નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામેથી રાજસ્થાન બાંસવાડા બાજુથી ઝાલોદ તરફ આવતાં હાઈવે રસ્તા ઉપર વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને અંદર સવાર ચાલક સહિત બે જણા અરવિંદભાઈ હેમચંદભાઈ નટ (રહે. સાબલા મુંગેડ આસપુર, તા.સાબલા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને  સુરેશસિંહ ઉદેસિંગ સોલંકી (રહે. ગજસિંહ કી ભાગળ, તા. આમેટ, જિ. રાજસમંત, રાજસ્થાન) ની અટક કરી ટેમ્પાની તલાતી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૭૭૨ કિંમત રૂા.૨,૭૨,૫૬૭, ઝડપાયેલ બંન્ને ઈસમો પાસેથી મોબાઈલ ફોન અને ટેમ્પાની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૫,૨૮,૫૬૭નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો જ્યારે મનોરસિંગ બાપુ (રાણા) (રહે. રાણાકાગુડા નાગદ્વારા, જી. ઉદેપુર, રાજસ્થાન) અને સેરસા ઉર્ફે રાજુ ખટીક (રહે. ગોધરા) નાઓએ એકબીજાના મેળાપીપણામાં આ વિદેશી દારૂ ભરી આપ્યો અને મંગાવ્યો હોવાનું સામે આવતાં ઝાલોદ પોલીસે તમામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: