રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં કસુંબીનો રંગ સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે : સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તા. ૨૮ ઓગસ્ટે, શનીવારે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાશે
દાહોદ તા.૨૭
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાસ્કૃતિક કાર્યક્રમ યોજી તેમને ભાવાંજલી આપવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તા. ૨૮ ઓગસ્ટે, શનીવારે સવારે ૧૦.૩૦ કલાકથી દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનાં સુચારૂ આયોજન માટે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી અશોક પાંડોરની અધ્યક્ષતામાં એક બેઠક પણ યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ‘કસુંબીનો રંગ’ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના સેટ જિલ્લા અને તાલુકા ગ્રંથાલયોને વિતરિત કરાશે. આ ઉપરાંત શ્રી મેઘાણી રચિત ગીતોની પસ્તૃતિ શ્રી કપિલ ત્રિવેદીના સંગીત ગ્રુપ દ્વારા કરવામાં આવશે. તેમજ કાર્યક્રમ સ્થળે શ્રી મેઘાણીનાં જીવનકવન પર દસ્તાવેજી ફિલ્મ દર્શાવાશે.
બેઠકમાં રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

