દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક મોબાઈલની દુકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂા.૧૨ હજારની મત્તાની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૪,૫૦૦ તેમજ ઈયર ફોન, મોબાઈલ કવર, ચાર્જર વિગેરે મળી કુલ રૂા.૧૨,૪૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૨૨મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ નગરમાં નગર પાલિકા શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ દોલતરામ દિપચંદ ભગતાણી (રહે. રાજ મહેલ રોડ, સ્વામીનારાયણ મંદિર સામે, દેવગઢ બારીઆ) ની આવેલ મોબાઈલની દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે મોબાઈલની દુકાનની બારી તોડી દુકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને દુકાનમાં મુકી રાખેલ ઈયર ફોન આશરે નંગ. ૩૦, મોબાઈલ કવર નંગ. ૬૨, મોબાઈલ ચાર્જર નંગ. ૯ તેમજ દુકાનના ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૪,૫૦૦ મળી કુલ રૂા. ૧૨,૪૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે દોલતરામ દિપચંદ ભગતાણીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

