દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં બે મોટરસાઈકલ ચોરાતા ચકચાર
દાહોદ તા.૦૧
દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં ધોળે દિવસે એક સાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, મોટરસાઈકલ ચોરીની ઘટના નજીકના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતાં પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
દાહોદ શહેરમાં આવેલ ગોવિંદ નગર વિસ્તારમાં સહયોગ નગર સોસાયટીમાં રહેતાં કિરણભાઈ રણછોડભાઈ પ્રજાપતિ અને દાહોદ શહેરમાંજ રહેતાં અન્ય એક વ્યક્તિ તાહા ફકરૂદ્દીનભાઈના મિત્ર પંકજભાઈની મોટરસાઈકલ ગત તા.૩૦મી ઓગષ્ટના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમો પોતાનો કસબ અજમાવી લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કિરણભાઈ રણછોડભાઈ પ્રજાપતિ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યાં અનુસાર, મોટરસાઈકલ ચોરીની ઘટના વિસ્તારમાં નજીકમાં લાગેલ સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતાં પોલીસે આ તરફ પણ તપાસનો ધમધમાટ આરંભ કરી મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે ત્યારે અત્રે ઉલ્લેખની છે કે, હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં ફરીવાર મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય બની છે અને ધોળે દિવસ મોટરસાઈકલોની ચોરી કરી ચોરો રફુચક્કર થઈ જતાં હોય છે ત્યારે સમગ્ર મામલે વાહન ચાલકોમાં રોષની લાગણી પણ જાેવા મળી રહી છે.