દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાપડી વિસ્તારમાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં એકનું મોત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં બાઈકચાલક પોતાનું વાહન પૂર ઝડપ તેમજ બેફિકરાઈથી હંકારી લાવતા બાઈક સ્લીપ ખાઈ જતા બાઇકની પાછળ બેઠેલા ૪૧ વર્ષથી એક આધેડ નું કરૂણ મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે.
વધુ મળતી માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના ખીરખાઈ રેલ ફળિયાના રહેવાસી ઉમેશભાઈ રામસિંગભાઈ રાવત પોતાના કબ્જા હેઠળની હીરો કંપનીની જીજે.20.એ. આર.1477 મોટરસાયકલ પર તેમના ગામના ૪૫ વર્ષીય ગલાપ ભાઈ સળુભાઇ રાવતને બેસાડી દેવગઢબારિયા નગરના કાપડી વિસ્તારમાંથી પોતાનું વાહન પુરઝડપે તેમજ બેફિકરાઈ રીતે હંકારી લાવતા મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા મોટરસાયકલ ની પાછળ બેઠેલા ગલાપ સળુભાઇ રાવતના માથાના તેમજ શરીરના જે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઉપરોકત બનાવ સંદર્ભે મરણજનાર આલપભાઈ રાવતના પુત્ર જગદીશભાઈ રાવતે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.