અમદાવાદમાં સફાઇ કરતા મૃત્યુ પામેલાના ત્રણ શ્રમિકોનાં પરિવારજનોને સહાય અપાઇ : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા મૃતક શ્રમિકોના પરિજનોને સહાયના ચેક અર્પણ

અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં એડીશનલ કલેક્ટરશ્રી દ્વારા ત્વરિત સહાય મંજૂર

દાહોદ તા.૮

અમદાવાદમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કરૂણ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામનારા દાહોદનાં ત્રણ શ્રમિકોનાં પરિવારજનોને રૂ. ૧૦ લાખની સહાયના ચેક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આપ્યા હતા. આ ચેક અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં એડીશનલ કલેક્ટરશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શીકા મુજબ દરેક શ્રમિકને રૂ. ૧૦ લાખની સહાય ચેક ઝડપથી વહીવટી પ્રક્રિયા આટોપી મંજૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અપમુત્યુનો ભોગ બનનાર ત્રણે શ્રમિકો સંદીપભાઇ મેડા, રાજેશભાઇ મેડા અને ભરતભાઇ મેડાના પરિવારજનોને રૂ. ૧૦-૧૦ લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. આ ત્રણે શ્રમિકો દાહોદનાં વાંદરિયા ગામનાં હતા અને અમદાવાદમાં અર્થોપાર્જન અર્થે આવ્યા હતા. જયાં ગત તા. ૨૬ ઓગસ્ટે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે અંદર ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો. આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, મામલતદાર શ્રી જે.એસ. ડાભી ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: